સિરિયલમાં ચાઈલ્ડ અાટિૅસ્ટ અનુષ્કા સેન બનશે ઝાંસીની રાણી

11 January 2019 03:19 PM
Entertainment
  • સિરિયલમાં ચાઈલ્ડ અાટિૅસ્ટ અનુષ્કા સેન બનશે ઝાંસીની રાણી

Advertisement

કંગના રનોટની 'મણિકણિૅકા : ધ કવીન અોફ ઝાંસી' બાદ હવે રાણી લક્ષ્મીબાઈના જીવન પરથી સિરિયલ પણ બની રહી છે. કલસૅ ચેનલ પર શરૂ થઈ રહેલી નવી સિરિયલ 'ખૂબ લડી મદાૅની રુ ઝાંસી કી રાની'માં ચાઈલ્ડ અેકટ્રેસ અનુષ્કા સેન જોવા મળશે. અનુષ્કાઅે અગાઉ 'બાલવીર'માં કામ કયુૅં હતંુ. અા સિરિયલમાં મોટા ભાગે ઝાંસીની રાણીના બાળપણને દેખાડવામાં અાવશે. તેમણે કેવી રીતે અંગ્રેજ સામે લડવાનંુ નકકી કયુૅં હતંુ અને અે નકકી કરવા માટે તેમણે કેવી પરિસ્થિતિમાંથી પસાર થવંુ પડયું હતંુ અેને અા સિરિયલમાં દેખાડવામાં અાવશે. અા વિશે અનુષ્કાઅે કહયંુ હતંુ કે 'અાપણા દેશના ઈતિહાસમાં ઝાંસીની રાણી ખૂબ જ જાણીતું નામ છે. તેઅો અેક અેવી યોદ્વા હતી જે કોઈપણ મહિલા અેવા બનવાનંુ ફકત સપનંુ જોઈ શકે. ઝાંસી માટે લડનાર રાણીનંુ પાત્ર ભજવવાનો મને ચાન્સ મળ્યો અેનો મને ગવૅ છે. બ્રિટિશરોને તેમણે બતાવી દીધંુ હતું કે ભારતીય મહિલા કેવી હોય છે અને તેઅો દરેક પડકાર ઝેલી શકે છે.'


Advertisement