બોલીવુડની યંગ બ્રિગેડ સાથે મોદીની મુલાકાત

11 January 2019 03:18 PM
Entertainment
  • બોલીવુડની યંગ બ્રિગેડ સાથે મોદીની મુલાકાત

Advertisement

બોલીવુડના કેટલાક કલાકારો કે રણવીરસિંહ, રણબીર કપુર, અાલિયા ભટ્ટ, વરૂણ ધવન, ભૂમિ પેડણકર, અાયુષ્યમાન ખુરાના, રાજકુમાર રાવ, વિકી કૌશલ, સિઘ્ધાથૅ મલ્હોત્રા અને રોહિત શેટ્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા. થોડા દિવસો પહેલા પણ વડાપ્રધાન મોદીઅે અમુક બોલીવુડ સેલિબ્રિટીઝ સાથે મુલાકાત કરી હતી. તેમની વચ્ચે ફિલ્મોની ટીકીટ પર લાગતા ગુડસ અેન્ડ સવિૅસિસ ટેકસ(જીઅેસટી)ને લઈને ચચાૅ થઈ હતી. અા બેઠકમાં અેક પણ ફીમેલ અેકટરને સામેલ ન કરવામાં અાવતા લોકોઅે અા મીટીંગને લઈને અનેક સવાલો પણ કયાૅ હતા. અા જ કારણ છે ગઈકાલની અા મીટીંગમાં મહિલા કલાકારોને પણ સામેલ કરવામાં અાવી હતી. અા મીટીંગમાં સિનેમાનું ભવિષ્ય કેવું હોવું જોઈઅે અને ભારતીય સંસ્કૃતિ પર ફિલ્મો થકી કેવી અસર પડે છે અેના પર ચચાૅ કરવામાં અાવી હતી.


Advertisement