સેલીબ્રીટી એન્ડોર્સર તરીકે કોહલી હજુ પણ નંબર 1

11 January 2019 03:12 PM
Entertainment
  • સેલીબ્રીટી એન્ડોર્સર તરીકે કોહલી હજુ પણ નંબર 1
  • સેલીબ્રીટી એન્ડોર્સર તરીકે કોહલી હજુ પણ નંબર 1
  • સેલીબ્રીટી એન્ડોર્સર તરીકે કોહલી હજુ પણ નંબર 1
  • સેલીબ્રીટી એન્ડોર્સર તરીકે કોહલી હજુ પણ નંબર 1
  • સેલીબ્રીટી એન્ડોર્સર તરીકે કોહલી હજુ પણ નંબર 1

Advertisement

નવી દિલ્હી તા.11
ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીએ 2018માં પણ ભારતના મોખરાના સેલીબ્રીટી એન્ડોરલર તરીકે સ્થાન જાળવી રાખ્યુ છે. 30 વર્ષીય ક્રિકેટરની બ્રાન્ડ વેલ્યુ આગલા વર્ષની સરખામણીએ 18% વધી છે. લેટેસ્ટ ફીલ્મ ઝીરો બોકસ ઓફીસમાં કરિશ્મા બતાવવામાં નિષ્ફળ રહી એ રીતે બોલીવુડના સુપરસ્ટાર શાહરુખખાનની બ્રાન્ડ વેલ્યુમાં પણ 46% નો ઘટાડો થયો છે. ફિલ્મ નિર્માણ અને આરોગ્ય સંબંધી સમસ્યાઓના કારણે ખાને ગત વર્ષમાં માત્ર થોડા એન્ડોર્સમેન્ટ કરાર કર્યા હતા. જાન્યુઆરી 2017માં તેની હિટ ફીલ્મ ‘રઈસ’ રિલીઝ થઈ એ પછી એકટરે વીજોન, ડીશ ટીવી અને ફ્રુટીનું એન્ડોર્સમેન્ટ મુળ સેલીબ્રીટીઝ સામે ગુમાવ્યું હતું.
2018માં 20 સેલીબ્રીટી બ્રાન્ડઇનું કુલ મૂલ્ય 87.7 કરોડ ડોલર આંકવામાં આવ્યું હતું. એમાંની ટોપ ટેન કુલ મૂલ્યમાં 75%થી વધુ હિસ્સો ધરાવતી હતી. 20 સેલીબ્રીટીઝમાં બોલીવુડના સિતારાઓનો હજુ પણ ડંકો વાગે છે, પણ સ્પોર્ટસ પર્સન્સ જોરદાર સ્પર્ધા આપી રહ્યા છે.
ડફ એન્ડ ફેલ્પસના એમડી અવિરલ જૈનના જણાવ્યા મુજબ કોહલી, સચીન તેંડુલકર, એમ.એસ.ધોની અને પી.વી.સિંધુની સંયુક્ત બ્રાન્ડ વેલ્યુ 24.1 કરોડ ડોલર છે. ટોપ 20 સેલીબ્રીટીઝની કુલ બ્રાન્ડ વેલ્યુમાં તેમનો હિસ્સો કુલ હિસ્સો 27%થી વધુ હતો.
રસપ્રદ વાત એ છે કે ક્રિકેટમાંથી નિવૃત થઈ ચૂકયો હોવા છતાં તેંડુલકરની બ્રાન્ડ વેલ્યુ વધી રહી છે. 2.2 કરોડના બ્રાન્ડ વેલ્યુએશન સાથે પૂર્વ ક્રિકેટર હાલમાં બીએમડબલ્યુ સહીત 12 બ્રાન્ડ એન્ડોર્સ કરી રહ્યા છે. તેના અગાઉના ટીમલાથી રાહુલ દ્રવિડે પણ ફીલીપ્સ એર બ્યુટીફાયર્સ અને ગુગલ પિકસલ સહીત અનેક બ્રાન્ડ રિટાયરમેન્ટ પછી લાઈન કરી છે.
એ ઉપરાંત લોકપ્રિય યુગલોની વધતી લોકપ્રિયતાના કારણે બ્રાન્ડસને મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે. દાખલા તરીકે શક્તિશાળી યુગલ કોહલી અને અનુષ્કા શર્માએ હેડ એન્ડ શોલ્ડર્સ, માન્યવર, પેપ્સી, સેલફોન, બુસ્ટ, બોડી, ફાસ્ટટ્રેક, જિયોની, રોન અને પોલે રોઈડ જેવી 40 બ્રાન્ડ એન્ડોર્સ કરી છે. તેવી જ રીતે સૈફઅલીખાન અને કરીના કપુરે 25 અને અક્ષયકુમારે ટવીન્કલ ખન્નાએ 24 બ્રાન્ડ એન્ડોર્સ કરી છે.
સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ માર્કેટીંગ એજન્સી ઈએમપી પ્રોપર્ટીસના જણાવ્યા મુજબ સેલીબ્રીટીઝ દ્વારા એન્ડોર્સમેન્ટની સંખ્યા એક દસકામાં વાર્ષિક 10%થી વધી 2017માં 1,660 થઈ હતી.


Advertisement