તામિલનાડુમાં AIADMKને ગઠબંધનમાં જોડાવા મોદીએ આડકતરું ઈજન આપ્યું

11 January 2019 03:07 PM
India
  • તામિલનાડુમાં AIADMKને ગઠબંધનમાં જોડાવા મોદીએ આડકતરું ઈજન આપ્યું

વાજપેયીની દુહાઈ આપી

Advertisement

ચેન્નાઈ તા.11
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભાજપ જોડાણ માટે ખુલ્લું મન ધરાવે છે અને જુના મિત્રોને કાયમ યાદ રાખે છે.
તામિલનાડુના પાંચ જીલ્લાના કાર્યકરો સાથે વિડીયો કોન્ફન્સીંગથી વાત કરતા મોદીએ 1990ના દસકામાં પુર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી દ્વારા શરુ કરાયેલા સફળ ગઠબંધનના રાજકારણને યાદ કરી જણાવ્યું હતું કે ભાજપ્ના દ્વાર હંમેશ ખુલ્લા છે.
તામિલનાડુમાં ગઠબંધન માટે દ્વાર હજુ ખુલ્લા છે અને ભાજપ તેના પુર્વ સભ્યોને પણ આવકારે છે.
મોદીએ જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલા દૂરંદેશી નેતા અટલજી ભારતીય રાજકારણમાં નવી સંસ્કૃતિ લાવ્યા હતા. તેમણે પ્રાદેશિક આકાંક્ષાઓને સર્વોચ્ચ મહત્વ આપ્યુ હતું.
ભાજપ એઆઈએડીએમકે, ડીએમકે અથવા સુપરસ્ટાર રજનીકાંત સાથે ગઠબંધન કરશે કે કેમ તેવા સવાલના જવાબમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે આપણું ગઠબંધન જનતા સાથે છે. આમ છતાં આપણી સામે જોડાવા તામિલનાડુના પક્ષો માટે આપણા દ્વાર ખુલ્લા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપએ 2014ની લોકસભાની ચૂંટણીમાં રાજયના પીએમકે, એમડીએનકે અને અન્ય પ્રાદેશિક પક્ષો સામે ગઠબંધન કર્યું હતું. 39 બેઠકોમાંથી એક ભાજપ્ને અને બીજી પીએમકેને મળી હતી.


Advertisement