અેઈમ્સ માટેની જમીનમાં ત્રણ પ્લોટ ખાનગી : સંપાદન હજુ બાકી

11 January 2019 02:56 PM
Rajkot Gujarat
  • અેઈમ્સ માટેની જમીનમાં ત્રણ પ્લોટ ખાનગી : સંપાદન હજુ બાકી

કેન્દ્ર સરકારે ગુજરાતને પત્ર પાઠવ્યો - જમીન સંપાદન તથા કોઈ દબાણ ન હોવાની બાંહેધરી માંગી : ફોરલેન રોડ, રેલલાઈન પર અોવરબ્રીજ, વિજ-પાણી વ્યવસ્થાના મુદાઅોનો પણ ઉલ્લેખ

Advertisement

રાજકોટ, તા. ૧૧ સૌરાષ્ટ્રના પાટનગર અેવા રાજકોટને અેઈમ્સ ફાળવવાની દરખાસ્તને કેબીનેટ તરફથી લીલીઝંડી અાપી દેવામાં અાવી છે પરંતુ તેમાં પ્રાથમિક તબકકે જમીનનો મુદો વિઘ્નરૂપ બનવાના અેંધાણ વતાૅવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે જરૂરી જમીન ફાળવવા માટે ગુજરાત સરકાર પાસેથી બાંહેધરી માંગતો પત્ર પાઠવ્યો છે. રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગત ૩જી જાન્યુઅારીઅે રાજકોટ નજીક ખંઢેરી ખાતે ૧ર૦ અેકર જમીનમાં અેઈમ્સનું નિમાૅણ થવાની જાહેરાત કરી હતી. અા જમીન ગુજરાત સરકાર મફતમાં કેન્દ્રને ફાળવનાર છે. હવે અેવું બહાર અાવ્યું છે કે ખંઢેરી ખાતેની ૧ર૦ અેકર જમીનમાં કેટલીક ખાનગી માલીકીની છે. રાજય સરકારે હજુ તે સંપાદિત કરી નથી. કેન્દ્રના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના ડાયરેકટર સંજય રોય દ્વારા ગુજરાત સરકારને પત્ર પાઠવવામાં અાવ્યો છે તેમાં અેમ કહેવાયુ છે કે અેઈમ્સ માટેની ૧ર૦ અેકર જમીનમાં વચ્ચોવચ્ચના ત્રણ પ્લોટ ખાનગી માલીકીના છે અને તે હજુ રાજય સરકારે સંપાદિત કયાૅ નથી. અા ત્રણેય ખાનગી માલીકીના પ્લોટ રાજય સરકારે હસ્તગત કરવાની બાંહેધરી અાપવી પડશે. અારોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અાપેલી અેઈમ્સની મંજુરીમાં અા પૂવૅશરત છે. માત્ર જમીન સંપાદન જ નહી પરંતુ તેના પર કોઈ દબાણ ન હોય તે જોવાની પણ રાજય સરકારની જવાબદારી છે. અેઈમ્સના બાંધકામ નિમાૅણ માટે જમીન કેન્દ્ર સરકારને સોંપવામાં અાવે ત્યારે તે સંપૂણૅપણે રાજય સરકારની માલીકીની હોવાનું તથા કોઈજાતના દબાણ મુકત હોવાનું અનિવાયૅ છે. રાજયના અારોગ્ય કમિશ્નર જયંતિ રવિઅે કહયું કે અત્યારે કોઈ ટિપ્પણી થઈ શકે તેમ નથી છતાં જમીન કે દબાણનું કોઈ વિઘ્ન હશે તો તે દુર કરી દેવામાં અાવશે. કેન્દ્ર સરકારના પત્રમાં અનેક પ્રકારની બાંહેધરી માંગવામાં અાવી છે તો પરીપૂણૅ કરવાની રાજય સરકારની જવાબદારી છે ત્યારબાદ તેના દ્વારા કેન્દ્રીય મંત્રાલયને જાણ કરાશે અને અેઈમ્સ નિમાૅણની પ્રક્રિયા અાગળ વધી શકશે. જમીન સંપાદન ઉપરાંત અેઈમ્સ સુધી રોડ નિમાૅણની પણ બાંહેધરી માંગવામાં અાવી છે. અેઈમ્સ સુધી ફોરલેન કનેકટીવીટી ફરજિયાત છે. અેઈમ્સ સાઈટની નજીક રેલ્વે લાઈન છે અેટલે રાજય સરકારે અોવરબ્રીજ પણ બાંધવો પડશે. અા ઉપરાંત અેઈમ્સને બે જુદારુજુદા ફીડર મારફત ર૦ અેમવીઅે વિજળીની સપ્લાય તથા પાણીની પયાૅપ્ત સપ્લાયની બાંહેધરી માંગવામાં અાવી છે. અેઈમ્સ સાઈટ પરથી હાઈ ટેન્શન વિજલાઈન પસાર થાય છે તે પણ દુર કરવા કહેવામાં અાવ્યુ છે.


Advertisement