મુળીના ખાખરડા ગામે વિજશોક લાગતા પરિણીતાનું મોત

11 January 2019 02:26 PM
Surendaranagar
Advertisement

રાજકોટ, તા.૧૧ મુળીના ખાખરડા ગામે રહેતા ટીનુબેન પ્રતાપભાઈ કણજારીયા કોળી (ઉ.વ.૩૦) તા.ર૮/૧ર ના રોજ જેશાભાઈ ભરવાડની વાડીઅે હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી ૬૬ કેવીની વિજ લાઈનને અડકી જતા તેનમને સુરેન્દ્રનગર બાદ અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અાવતા તેનું સારવાર મોત નીપજયું હતું. ટીનુબેન ના પતિ મજુરીકામ કરે છે તેને ત્રણ સંતાનો હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.


Advertisement