દૂધરેજની કેનાલમાં પાણી લેવા ઊતરેલી મહિલાનું ડૂબતાં મોત

11 January 2019 02:25 PM
Surendaranagar
  • દૂધરેજની કેનાલમાં પાણી લેવા ઊતરેલી મહિલાનું ડૂબતાં મોત

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.11
સુરેન્દ્રનગરના વડનગરમાં રહેતી 42 વર્ષીય મહિલા નર્મદા કેનાલ પરના પમ્પિંગ સ્ટેશન પાસે કેનાલમાં પાણી પીવા ઉતરી હતી. આ સમયે અચાનક પગ લપસતા તેઓ કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. બનાવની ફાયર બ્રિગેડને જાણ થતા તુરંત ધસી ગયા હતા, પરંતુ અંતે મહિલાની લાશ જ બહાર આવી હતી. સુરેન્દ્રનગરના વડનગરમાં રહેતા 42 વર્ષીય લતાબેન કરમણભાઇ જોગરાણા તેમની પુત્રી સાથે ગુરુવારે બપોરના સમયે કેનાલ નજીક બળતણ લેવા ગયા હતા. પમ્પિંગ સ્ટેશન પાસે બાવળના લાકડા લેતા અચાનક તરસ લાગતા લતાબેન પ્લાસ્ટિકની ખાલી બોટલ લઈ ને કેનાલ મા પીવા નું પાણી લેવા ઉતરેલા મહિલા નો પગ લપસતા મહિલા કેનાલ મા ખાબકી હતી ત્યારે કેનાલ મા ઉડા પાણી મા ગરકાવ થતાં આ મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ફાયર બ્રિગેડ ની ટીમે મહિલાની લાશ બાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


Advertisement