મોરબીમાં કાલે સંગીત સંઘ્યા કાર્યક્રમનું ભવ્ય આયોજન

11 January 2019 02:24 PM
Morbi

યુનાઇટેડ જીવદયાગૃપ અને ક્રાંતિકારી સેના દ્વારા

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.11
મોરબીના જાગૃત યુવાનો દ્વારા યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ ચલાવામા આવી રહેલ છે.તે ગૃપ અને ક્રાંતિકારી સેના દ્વારા ઉત્તરાયણમાં ઘાયલ થતા પક્ષીઓને ફ્રી સારવાર આપી શકાય તે માટે દેશના ક્રાંતિકારીઓને યાદ કરવાના હેતુથી આવતી કાલ તા.12ને શનિવારના રાત્રે 9 થી 11 દરમિયાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલી ઇન્ડ્સબેન્કની સામે દેશભક્તિની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિંગર આશિષ મણીયાર દેશભક્તિના ગીતો રજૂ કરશે.આયોજકોએ મોરબીની જનતાને જાહેર આમંત્રણ પાઠવેલ છે.


Advertisement