લીમડીના પાણથીયા ગામે જુગાર દરોડો: ૧૧ શખ્સો ઝડપાયા

11 January 2019 02:24 PM
Surendaranagar
Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.૧૦ સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારના અડ્ડાઅો ઠેરઠેર ધમધમી રહયાની બુમરાણો ઉઠી છે. અાથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂ જુગાર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચનાઅો અાપવામાં અાવી છે. ત્યારે લીંબડી તાલુકાના પાણશીણા પોલીસ મથકના પીઅેસઅાઈની સુચના અનુસાર પોલીસે વોચ ગોઠવી હતી. લીંબડી તાલુકાના પાણશીણા ગામે પોલીસે જુગારનો દરોડો પાડયો હતો. અા દરોડામાં ૧૧ શખ્સો રંગહાથે ઝડપાયા હતા. જયારે બે શખ્સો નાસી જતા પોલીસે રૂા. ૩ર,૮૦૦/ના મુદામાલ જપ્ત કરી તપાસ ચક્રો ગતિમાન કયાૅ છે. અા બનાવમા હરીભાઈ જોઘાભાઈ રવોદરા, ભરતભાઈ પોપટભાઈ દેત્રોજા, મેહુલભાઈ અજુભાઈ રવોદરા, મુન્નાભાઈ ભરતભાઈ દેત્રોજા, રણજીતભાઈ મનુભાઈ સિસોદીયા, કાળુભાઈ ઉકાભાઈ દેત્રોજા, રાહુલભાઈ અજુભાઈ રવોદરા, મેહુલભાઈ રમેશભાઈ રવોદરા, અજુનભાઈ સાગરભાઈ રવોદરા, નટુભાઈ ઉકાભાઈ દેત્રોજા, ફુલજીભાઈ પોપટભાઈ દેત્રોજા, જશુભાઈ કાળુભાઈ ડોડીયા સામે પોલીસ ફરીયાદ નોધાવામા અાવી છે. અા બનાવમાં પોલીસે રૂા. ૧૯,૩૦૦/રુ રોકડા સહીત મોબાઈલ ૮ મળી કુલ રૂા. ૩ર,૦૦૦/રુનો મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.


Advertisement