મોરબીના યમુનાનગરમાં સાસુ-નણંદના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસીડ પીધ

11 January 2019 02:21 PM
Morbi

માળીયા(મીં)ની ડિઝલ ચોરીમાં વધુ એક પકડાયો

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.11
મોરબી નવલખી રોડ પરશુરામધામ નજીક આવેલા યમુનાનગર સોસાયટીમાં રહેતા ધારાબેન કનુભાઇ કુંભાભાઇ પરસાડીયા ભરવાડ (ઉ.વ.21) નામની પરણીતાએ તા.8ના રોજ એસીડ પી લેતા અહીંની આયુષ હોસ્પિટલે લઇ જવાયેલ જયાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હતી.
બનાવની જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હકાભાઇ ચૌહાણ તથા રાયટર નિવેદન લેવા રાજકોટ ગયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે ધારાબેન કનુભાઇ પરસાડીયા પતિ, સાસુ અને બે નણંદ સાથે રહે છે. છેલ્લા કેટલાક સમયથી સાસુ મોનાબેન તથા નણંદ રજુબેન અને લખીબેન દ્વારા મેંણા મારી ત્રાસ આપવામાં આવતો હોય કંટાળીને આ પગલુ ભરવુ પડયુ હતું. ધારાબેન ધ્રોલના ફલ્લાના રહેવાસી છે અને મોરબીના કનુ પરસાડીયા સાથે ત્રણેક વર્ષ પૂર્વે લગ્ન થયેલા છે. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટ ખસેડાયો
વાંકાનેર હાઇવે ઉપરના રફાળેશ્ર્વર ગામે મચ્છોનગરમાં રહેતો જયંતી મોહનભાઇ શેખવા (ઉ.વ.42) નામનો યુવાન જાંબુડીયા ઓવરબ્રીજ પાસેથી જતો હતો ત્યારે વાહન અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. અહીં પ્રાથકિ સારવાર આપીને વધુ સારવાર અર્થે તેને રાજકોટ લઇ જવાયો હોવાનું પોલીસે જણાવેલ છે.
ચોરીમાં પકડાયો
માળીયા(મીં)ના નવલખી પોર્ટ ઉપર બાર્જમાંથી ડિઝલ ચોરી અન્વયે ગુનો નોંધાયો હતો. જેમાં અગાઉ આરોપીઓ પકાયા હતા. દરમિયાન માળીયા(મીં) પોલીસે ડિઝલ ચોરીના ગુનામાં શંકર બાર્જના ડ્રાઇવર દિનેશ યોગેન્દ્ર બૈઠા જાતે ધોબી (ઉ.42) રહે.મૂળ તાકર સીતારમઢી બિહાર હાલ રહે.નવલખી રોડ મેરીટાઇમ સર્વિસીસ જામનગરને પકડી પાડેલ છે.
તેમજ માળીયા(મીં)ના ખીરઇ ગામે થોડા દિવસો પહેલા બે જુથ વચ્ચે ઘાતક હથિયારો વડે સામસામી મારામારી થયેલ હતી. જેમાં નોંધાયેલ રાયોટીંગના ગુનામાં માળીયા(મીં) પોલીસે ગઇકાલે હારૂન ઇશા ભટ્ટી (ઉ.વ.60) રહે.ધ્રાંગધ્રા અને ફારૂક ઇકબાલ લંઘાણી જાતે મીંયાણા (ઉ.વ.18) રહે.ખીરઇ તા.માળીયા(મીં) જી.મોરબીની અટકાયતો કરેલ છે.


Advertisement