મોરબી નજીક ટ્રકે કાર ઉડાવી: ચાલકનું મોત

11 January 2019 02:19 PM
Morbi
  • મોરબી નજીક ટ્રકે કાર ઉડાવી: ચાલકનું મોત

બેફામ દોડતા વાહનોઅે વધુ અેક ભોગ લીધો: મશીનમાં હાથ અાવી જતા મજૂર સારવારમાં

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ દ્રારા) મોરબી તા. ૧૧ મોરબીરુ રાજકોટ હાઈવે ઉપર અાજે સવારે માતેલ સાંઢની જેમ દોડતા ટ્રકે કારને હડફેટે લેતા યુવાનનુ મોત નિપજેલ છે. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મુકી ફરાર થઈ ગયો હતો. જાણવા મળ્યા પ્રમાણે રાજકોટ હાઈવે ઉપર શનાળા ગામથી અાગળ બાની વાડી નવયુગ સંકુલ જવાના રસ્તા પાસેની ટ્રક ચાલકે કારને હડફેટે લેતા કારની ડ્રાઈવર સાઈડનો બુકળો બોલી જતા કારચાલક યુસુફ વલીમામદ નોતિયાર (ઉ.વ. ૩૮) રહે. ધ્રોલ નામા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભયુૅ મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા ૧૦૮નો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યા હતો જાે કે કાર ચાલકનું મોત થઈ ગયુ હતુ. બનાવ બાદ સ્થળ ઉપર ટ્રક રેઢો મુકીને ટ્રક ચાલક ભાગી છુટયો હતો. મોરબી અે ડિવિઝન પોલીસને જાણ થતા અેઅેસઅાઈ અાર.બી. વ્યાસ પ્રાથમીક તપાસ માટે હોસ્પિટલ દોડી ગયા હતા. મૃતક યુવાન મોરબીનો જમાઈ છે. પેટ્રોલપંપમાં નોકરી કરે છે. ગઈકાલે તે મોરબીથી ધ્રોલ જતો હતો ત્યારે અકસ્માત સજાૅયો હતો. મજુર સારવારમાં શનાળા રોડ ઉપર અાવેલ અશ્ર્િવન મેટલ નામના યુનીટમાં કામ દરમ્યાન મશીનમાં હાથ અાવી જતા અોમપ્રકાશ રામનારાયણ રહે. મોરબીને સારવારમાં લઈ જવાયો હતો. બીટ જમાદાર નાગદાનભાઈ ઈશરાણીઅે તપાસ હાથ ધરી છે. તો મોરબીના વાંકાનેર હાઈવે ઉપરના જાંબુડીયા ગામે રાકેશ હતાસુનભાઈ સાહુ (ઉ. ર૪) નામનો પરપ્રાંતિય યુવાન પગપાળા જતો હતો ત્યારે કોઈ બાઈક ચાલક તેને હડફેટે લેતા રાકેશને અાયુષ હોસ્પિટલે લઈ જવાયો હતો. તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા રતનબેન બાવલભાઈ ડોડીયા નામની મહીલાને કલ્યાણપુરા ગામ નજીક બાઈક અકસ્માતના બનાવમાં ઈજા થતા અત્રેની અાયુષ હોસ્પિટલે લાવવામાં અાવ્યા હતા


Advertisement