નાની ચીરઇ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખપદે સૈયદ લતીબશાબાપુની વરણી

11 January 2019 02:15 PM
kutch
  • નાની ચીરઇ સુન્ની મુસ્લિમ જમાતના 
પ્રમુખપદે સૈયદ લતીબશાબાપુની વરણી

સુન્ની મુસ્લિમ જમાતની બેઠક મળી : આગેવાનોની ઉપસ્થિતિ

Advertisement

ભચાઉ તા.11
ભચાઉ નજીકના નાની ચીરઇ ગામે સુન્ની મુસ્લિમ જમાતની મીટીંગ મળી હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સહમતીથી સૈયદ લતીબશાબાપુને સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને બાપુએ જમાતના કામ માટે તત્પર રહીશ તેવી ખાત્રી આપી હતી. નાની ચીરઇ ગામને ઉંચાઇ પર લઇ જવાનું છે. આપણે સહુ સાથે મળીને કામ કરવું એમ લતીબશા બાપુએ જણાવ્યું હતું. આ પ્રસંગે સૈયદ સાદાત તેમજ હતાપીર સૈયદ હાજી અલીઅબરશા બાપુ, પીર સૈયદ હાજી અલીઅસગર બાપુ પીર સૈયદ પળલશાબાપુ (ભચાઉ) પીર સૈયદ શેરઅલીબાપુ (ભચાઉ) સુન્ની મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement