સાચુ સુખ સંતોષ

11 January 2019 01:27 PM
Dharmik
  • સાચુ સુખ સંતોષ

Advertisement

અેકવાર અેક વિદેશી પયૅટક ગરમીના દિવસોમાં ભારત અાવ્યા હતા. બપોરના સમયે તેમણે અેક ફળના વેપારીને અારામથી બેઠેલો જોયો ત્યાં ન કોઈ ગ્રાહક જતું હતું ન તો તે ગ્રાહકને બોલાવવા બુમો પાડતો હતો અાથી વિદેશીને અાશ્ર્ચયૅ લાગ્યું તેમણે ફળવાળાને જઈને પુછયુ અા રીતે દુકાનના ફળો કેમ વેચાશે ? દુકાનદારે ખુબ જ શાંતિથી જવાબ અાપ્યો અરે અેમાં અવાજ કે બુમો શું પાડવી ફળો જોઈને ગ્રાહકોને લેવા હશે તે અાવી જશે વિદેશી ફરી બોલે છે અરે અેમ કેમ અાવશે તું બોલાવે અવાજ કરે તો અાવશે અને તારો માલ વધુ વેચાશે. અા સાંભળી ફળવાળો બે ઘડી વિચારે છે પછી વિદેશીને પૂછે કે પછી શું થશે ? વિદેશી બોલ્યો પછી તારી કમાણી વધશે જેથી તું વધુ માલની ખરીદી કરી શકીશ તારી દુકાન પણ મોટી દેખાશે દુકાનદાર વારંવાર પ્રશ્ર્ન કરતો ગયો... પછી શું ? વિદેશી કહે તો ગયો પછી તું તારી મદદમાં માણસો રાખજે તું વધારે કમાણી કરીશ સારી કમાણીથી તુ સાહુકાર બની જશે તારુ મકાન પણ અાલીશાન બનશે, ગાડીઅો ખરીદ જે અારામથી જીવન પસાર કરી શકીશ. અા સાંભળી દુકાનદાર બોલ્યો સાહેબ અારામ તો હું અત્યારે પણ કરુ છું અને અારામથી જીવન પસાર કરી રહયો છું મજાથી રહુ છું અને બેઠો છું. વિદેશી ચુપ થઈ ગયો તે વેપારીને ખોટી ભાગદોડમાં ફંસાવી ના શકયો. ફળના વેપારીની જેમ અાપણે જીવનમાં ચીજવસ્તુ કે ધન પાછળ ખોટી ભાગદોડ ના કરવી જોઈઅે. અાપણી પાસે જે કાંઈ છે તે પ્રભુની અમાનત સમજી અથવા તો ભગવાન તરફથી મળેલ ગીફટ સમજીઅે અને વાપરીઅે તો સદા અાનંદ અને સુખની જિંદગી જીવીશુ અાપણે હંમેશા અેવું સમજીઅે કે મારી પાસે જે કંઈ છે તે મારા ભાગ્યનું મળેલ છે તેમાં મને સંતોષ છે હું વધારે પ્રાપ્ત કરવાનો પુરૂષાથૅ કરીઅે પરંતુ તેની પાછળ ખોટી ભાગદોડ ના કરીઅે કે જે છે તેનું પણ અાપણે સુખ ના લઈ શકીઅે અેટલે જ કહેવાય છે કે 'સંતોષી નર સદા સુખી'' શિવ ભગવાનુવાચ કે સંતુષ્ટતા સવૅગુણોની ખાણ છે સંતોષ પરમ ધન છે સાચુ સુખ સંતોષમાં છે નહિ કે ઈચ્છાઅો અને કામનાઅો પાછળ ભાગવામાં.


Advertisement