પુજારા એકાગ્રતાને મામલે સચિન કરતાં પણ આગળ : જસ્ટિન લેન્ગર

11 January 2019 01:26 PM
Sports
  • પુજારા એકાગ્રતાને મામલે સચિન
કરતાં પણ આગળ : જસ્ટિન લેન્ગર

ઓસ્ટ્રેલિયન કોચના મતે પ્રામાણિકતાથી કહું તો માત્ર એક સ્પિનર સાથે રમતી અમારી ટીમની તમામ શકિતઓ ખતમ થઇ જતી હતી

Advertisement

સિડની : ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે ગઇકાલે કહ્યું હતું કે તેણે કોઇ બેટસમેનમાં ચેતેશ્ર્વર પૂજારા જેટલી એકાગ્રતા નથી જોઇ. આ મામલે તે સચિન તેંડુલકરને પણ પાછળ મૂકે છે.
ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં મેન ઓફ ધ મેચ રહેલા પુજારાએ ત્રણ સદી પણ ફટકારી હતી. લેન્ગરે કહ્યું હતું કે મેં આવો બેટસમેન નથી જોયો જે બોલને આટલો ઘ્યાનથી જોતો હોય. તેનું ઘ્યાન બીજે વાળવું અમારા માટે પડકાર સમાન હતું. અમારે તેના જેવું થવું પડશે.
શનિવારથી શરૂ થનારી વન-ડે સિરીઝ પહેલા લેન્ગરે કહ્યું હતું કે અમારા ખેલાડીએ ઘણી મહેનત કરી હતી. મેલબર્ન અને સિડનીમાં પ્રામાણિકતાથી કહું તો તેણે અમને પરેશાન કરી મૂકયા હતા. કારણ કે માત્ર એક સ્પિનર સાથે રમતી અમારી ટીમની તમામ શકિત ખતમ થઇ જતી હતી.


Advertisement