વર્લ્ડ કપમાં કોને લેવો? પંત કે ધોની?

11 January 2019 01:22 PM
Sports
  • વર્લ્ડ કપમાં કોને લેવો? પંત કે ધોની?

ફરોખ એન્જિનિયરના મતે સિલેકટરો માટે માથાના દુખાવા સમાન પ્રશ્ર્ન :તેમનું કહેવું છે કે યુવા વિકેટકિપરે એટલું સારૂ બેટીંગ-પ્રદર્શન કર્યુ છે કે તેને કઇ રીતે પડતો મૂકી શકાય

Advertisement

રિષભ પંતે ભલે ઓસ્ટ્રેલીયામાં એક ટેસ્ટમાં 1્ર કેચ લઇને ભારતીય વિકેટકીપરનો નવો રેકોર્ડ બનાવ્યો હોય, પરંતુ ફરોખ એન્જિનિયરે કહ્યું હતું કે આ યુવા ખેલાડીની વિકેટકિપીંગમાં કેટલીક ટેકનિકલ ખામી છે. જો કે એન્જિનિયર તેના બેટીંગ પ્રદર્શનની પ્રશંસા કરી છે. પંતની બેટીંગથી એન્જીનિયર એટલા પ્રભાવિત છે કે ભારતીય સિલેકટરો ઇંગ્લેન્ડમાં થનાર વર્લ્ડ કપ માટે ધોનીને કારણે પંતને કેવી રીતે પડતો મૂકી શકે છે.
ભૂતપૂર્વ ભારતીય વિકેટકિપર એન્જિનિયરે કહ્યું હતું કે પંતને જોઇને તેમને તેમના યુવાનીના દિવસો યાદ આવી જાયગ છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેની સ્ટાઇલ ધોની જેવી જ છે. પરંતુ અત્યારે તેની વધુ પ્રશંસા ન કરો, કારણ કે તેની ટેકનીકમાં ખામી છે.
પંતે સિડનીમાં રમાયેલી ટેસ્ટમાં એક સદી પણ ફટકારી હતી. તે આવી સિઘ્ધિ મેળવનાર પહેલો વિકેટકીપર બની ગયો હતો. એડીલેડમાં તેણે સ્ટમ્પની પાછળ રેકોર્ડ સંખ્યામાં કેચ પકડયા. એન્જિનિયરે કહ્યું હતું કે પ્રશ્ર્ન એ થાય છે કે વર્લ્ડ કપ માટે શું તમે ધોનીને પસંદ કરશો? તમે પંતને કઇ રીતે પડતો મૂકી શકો? તેણે એટલું સારૂ પ્રદર્શન કર્યુ છે. આ સિલેકટરોની પણ કસોટી છે, કારણ કે તેમણે માંડ એક કે બે ટેસ્ટ રમી છે.


Advertisement