માનવ ગરિમા યોજના અંતર્ગત પ્રેસરકુકર મેળવવા મુદ્દે જૂનાગઢના લાભાર્થીઓ હેરાન પરેશાન: કચેરીના ધકકા

11 January 2019 01:11 PM
Junagadh
Advertisement

(હિતેષ જોશી) જુનાગઢ તા.11
જુનાગઢ પ્રધાનમંત્રી ઉજવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેકશન અપાયા છે. તેઓને માનવ ગરીમા યોજના અંતર્ગત પ્રેસર કુકર આપવાના હતા આ યોજનાના અરજદારોએ નિયામક વિકસતી જાતીની કચેરીનો સંપર્ક કરતા તેઓએ આ લાભાર્થીઓના નામાવલીની યાદી સરકારમાંથી પુરવઠા વિભાગને સોંપી હોવાનું જણાવ્યુ હતું. જયારે લાભાર્થીઓ બન્ન4 કચેરીઓ વચ્ચે દોડધામ કરી 500 જેવી રકમનો ખર્ચ કર્યા બાદ પણ પ્રેસરકુકર હાથમાં ન આવ્યાના રોદણા રોયા હતા.
આ અંગે વધુ વિગત અનુસાર પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ જે લાભાર્થીઓને ગેસ કનેકશન મળ્યા છે તેઓને માનવ ગરીમા યોજના હેઠળ પ્રેસર કુકર આપવાના હતા આ અંગે જરૂરી કાગળો સાથેની અરજી કરવા જીલ્લા નાયબ નિયામક વિકસતી જાતીની કચેરી બહુમાળી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જેને પગલે અરજદારોએ આવકના દાખલા, જાતીના દાખલા, રેશનકાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુક, ગેસ કનેકશન, મળ્યાની પહોંચ પાસપોર્ટ સાઈઝના ફોટા સહિતના દસ્તાવેજની નકલો સાથે અરજી કરી હતી. બાદમાં તા.4 ડીસે.ના સવારે 10થી બપોરના 1 વાગ્યા સુધી તાલુકા પંચાયત કચેરી લીંબડા ચોક બીજા માળ ખાતેથી કુકર આપવામાં આવનાર હોવાની જાણ કરવામાં આવી હતી જો કે કુકર લેવા માટે ગયેલ લાભાર્થીઓને પૂરવઠા વિભાગમાંથી કુકર મળશે તેવુ જણાવી રવાના કરી દેવાયા હતા.
આ મામલે વિકસતી જાતીના જીલ્લા નાયબ નિયામક મહેતાએ જણાવ્યુ કે સરકારમાંથી નિર્ણય બદલાયો છે જેને પગલે લાભાર્થીઓની નામાવલી તૈયાર હતી તેની યાદી પુરવઠા વિભાગને આપી છે હવે લાભાર્થીઓને પુરવઠા વિભાગમાંથી કુકર આપયવામાં આવશે આમ વિકસતી જાતીની કચેરી બાદ પુરવઠા વિભાગને હવાલો સોંપાયો છે જેને કારણે લાભાર્થીઓને 500થી વધુ ખર્ચ કર્યા પછી પણ કુકર મળ્યું નથી અને ફરી પુરવઠા વિભાગ સુધી લાંબા થવુ પડશે જેને કારણે લાભાર્થીઓમાં રોષ વ્યાપી ગયો છે.


Advertisement