જુનાગઢમાં આર્થિક ભીંસથી કંટાળી રીક્ષા ચાલકનો આપઘાત

11 January 2019 01:10 PM
Junagadh

મેંદરડાના હરીપુર ગામે માનસિક બિમારીથી બાવાજી વૃધ્ધાએ આગપછેડી ઓઢી મોત

Advertisement

જુનાગઢ તા.11
જુનાગઢમાં આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા ખાઈ લેતા તેનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું જયારે મેંદરડાના હરીપુર ગામે રહેતા બાવાજી વૃધ્ધાએ અગ્નિસ્નાન કરતા તેમને તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમણે પણ હોસ્પિટલના બીછાને દમ તોડી દીધો હતો.
જુનાગઢમાં આર્થીક ભીંસથી
રીક્ષા ચાલકની આત્મહત્યા
જુનાગઢ એ ડીવીઝન હદમાં આવેલ ધરારનગરમાં રહેતા અશોકભાઈ સોમાભાઈ પરમાર (ઉ.40) રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હોય આર્થીક ભીંસના કારણે કંટાળી જઈ ગઈકાલે તેમના ઘરે સેલફોસના ટીકડા ખાઈ લેતા બેભાન હાલતમાં સરકારી દવાખાને લઈ જતા જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. બનાવની તપાસ એ ડીવીઝન પોલીસે હાથ ધરી છે.
વૃધ્ધાએ શરીરે કેરોસીન છાંટી આપઘાત કરી લીધો
મેંદરડાના હરીપુર ગામે રહેતા બાવાજી હીરાબેન કાન્તીગીરી મેઘનાથી (ઉ.65)ને છેલ્લા 18 વર્ષથી માનસીક બીમારી હોય જેનાથી કંટાળી ગઈકાલે તેમના ઘરે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં તાલાલા સરકારી દવાખાને લઈ જતા જયાં ફરજ પરના ડો. માકડીયાએ મૃત જાહેર કરતા મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોરબંદરના યુવાને જુનાગઢમાં વખ ઘોળ્યું
પોરબંદરના વાછોડા ગામના રહીશ રાજુભાઈ (રાજાભાઈ) વેજાભાઈ વીસાણા (ઉ.30) એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા જુનાગઢ ખાતેના પંકજ વડાલીયાના દવાખાને ખસેડવામાં આવેલ છે.
ખેતરમાં દવા છાંટતા ઝેરી અસર
ભેંસાણના ગળથ ગામે રહેતા અને ખેતી કામ કરતા દળુભાઈ પાતાભાઈ બસીયા (ઉ.65) ખેતરમાં દવા છાંટતા દવાની ઝેરી અસર થતા જુનાગઢ ખાતેર પ્રાઈવેટ દવાખાને ખસેડવામાં આવેલ છે.


Advertisement