જુનાગઢ ઝાંઝરડા અને ખલીલપુર રોડ પર પાણીના બોર ડુકી જતા લોકો પરેશાન

11 January 2019 01:10 PM
Junagadh

જરૂરીયાતની તમમ જગ્યાઅે પાણીની ટાંકીઅો મુકવા મનપાને રજુઅાત

Advertisement

જુનાગઢ તા.૧૧ જુનાગઢ મનપા બન્યુ ત્યારથી જાહેર કાયૅક્રમોમા મોટી ફકરાબાજી કરતા નેતાઅો તેમજ અાવી જ રીતે પ્રજાની સમસ્યા માટે પડખે ઉભા હોવાનો ડોળ કરતા વિપક્ષ હજુ સુધીમાં પ્રજા માટે પાયાની સુવિધા ઉભી કરવામાં પણ વામણા પુરવાર થયા છે. ઠંડીની સીઝન ચાલી રહી છે ત્યાં જ શહેરના છેવાડાના ગણાતા વિસ્તારોમાં બોરરુકુવા તળીયા ઝાટક થવા પામ્યા છે. પાણી માટે પરેશાન થતી પ્રજા માટે યોગ્ય અાયોજન થાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. અા અંગે વિસ્તૃત વિગત અનુસાર જુનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં ઘણા સમયથી પાણીની તંગી વરતાઈ રહી છે નરસીંહ મહેતા સરોવર છલકાતા અા વિસ્તારની પાણીની સમસ્યા કુદરતી રીતે જ હલ થઈ જાય છે. પરંતુ ગરમીની સીઝન ટાણે વખતોવખત શહેરના છેવાડાના વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠે છે. જુનાગઢ મહાનગર બન્યુ ત્યારથી મુખ્ય ગણાતા બંને રાજકીય પક્ષો શાસન કરી ગયા છે. પરંતુ પ્રજાની સમસ્યાઅો સાથે અા લોકોને બહુ કાંઈ પ્રજાની સાથે લેવા દેવા ન હોય તેવી રીતે જાહેરમાં વિકાસના ઢોલ પીટતા અા નેતાઅો પ્રજાને પાયાની સુવિધાઅો અાપવામાં પણ હજુ સુધી વામણા પુરવાર થઈ રહયા છે. શહેરના ખલીલ પુર રોડ વિસ્તારમાં પણ પાણી માટે પ્રજા હાલાકી ભોગવી રહી છે. અા વિસ્તારમાંથી તો તાજેતરમાં સ્થાનીકો અે કમીશ્ર્નરને પણ અા અંગેની રજુઅાત કરી હોય તેવુ જાણવા મળ્યુ છે. જરૂરીયાતની તમામ જગ્યાઅે મનપા અાગોતરૂ અાયોજન કરી પાણીની ટાંકીઅો મુકે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.


Advertisement