વેરાવળના ઈશ્ર્વરીયા ગામના ખેડુતો સાથે વેપારીઅે ઠગાઈ કરતા કલેકટરને રજુઅાત: તાત્કાલીક પૈસા અાપવા માંગ

11 January 2019 01:06 PM
Veraval
Advertisement

પ્રભાસપાટણ તા.૧૧ વેરાવળ તાલુકાના ઈશ્ર્વરીયા ગામના ખેડુતો તેમજ અન્ય ખેડુતો સાથે વેપારી દ્વારા ઠગાઈ કરવામા અાવેલ છે અને પૈસા અાપવામા અાવેલ નથી. અા બાબતે નાથાભાઈ પરબતભાઈ ચાંડપાઅે કલેકટરને રજુઅાત કરતા જણાવેલ કે તેઅોઅે મગફળી તા.૮/૧ર/૧૮ના રોજ પ્રાંચી (પીપળા)ના સુત્રાપાડા માકૅેટીંગ યાડૅમા ખરીદ વેચાણનો ધંધો કરતા વેપારી કેતન જી. અભાણી નામના વેપારી અે તેઅોની મગફળી ખરીદેલ અને મગફળીનો વજન થઈ ગયા બાદ વેપારીઅો કાંચી પહોચા અને અેચ.ડી.અેફ.સી. બેન્કનો ચેક અાપેલ. અાવતીકાલે રૂપીયા લઈ લેજો તેવુ જણાવેલ પરંતુ ત્યારબાદ જયારે પૈસા માટે ફોન કરવામા અાવે તો હંુ બીમાર છું, બહારગામ શંુ અેવા ખોટા બહાનાઅો કાઢી અને સમય કાઢેલ અને અત્યાર સુધી અા ખેડુતોને પૈસા મળેલ નથી અા ખેડુતો અનુ.જાતિના ગરીબ અને ટુકી જમીન ધરાવનાર હોવાની તેઅોની સ્થિતી અત્યંમ ખરાબ થયેલ છે. અા બાબતે પ્રભાસ પોલીસ સ્ટેશનમા ફરીયાદ પણ કરેલ છે અને ચેક રીટનૅનો કેચ પણ દાખલ કરેલ છે તો અા બાબતે કલેકટરને પણ રજુઅાત કરી અને ખેડુતોને તાત્કાલીક પૈસા મળે તેવી માંગણી કરેલ છે.


Advertisement