ધોરાજીમાં રોડ-રસ્તાના કામમાં બેદરકારી રાખનારા જવાબદારો સામે મૃત્યુ નિપજાવવાના અારોપ સાથે ફરીયાદ

11 January 2019 01:00 PM
Dhoraji

કોટૅ દ્વારા પોલીસ પાસેથી તપાસ રિપોટૅ મંગાવાતા ખળભળાટ

Advertisement

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી, તા. ૧૧ ધોરાજી શહેરમાં છેલ્લા ચારરુપાંચ વષૅથી ભૂગભૅ ગટર યોજનાના અોઠા હેઠળ લગભગ તમામ રોડ રસ્તા ખોદી નાખવામાં અાવેલા હતા શહેર પ્રત્યે રાજકીય નેતાઅો, અધિકારીઅો, કોન્ટ્રાકટરો બધા અોરમાયુ વતૅન રાખતા હતા જે અંગે જાગૃત નાગરીકોઅે અદાલતમાં ફરીયાદ કરેલ. પરંતુ સવાૅધીશો, અધિકારીઅો પોતાના મનમાં અાવે તે રીતે કામગીરી કરતા હતા જેથી ધોરાજીના તમામ રોડ રસ્તા અેકદમ ખરાબ અને વારંવાર અકસ્માતો થાય તેવા થઈ ગયેલા અા અંગે ધોરાજીના અેડવોકેટ ચંદુભાઈ પટેલે સતાધીશો સામે કાનુની લડત ચાલુ કરેલ અને સરકારઅે પણ જે તે સમયમાં સતાધશોની અને કોન્ટ્રાકટરોની બેદરકારી, નિષ્કાળજી ઘ્યાને લઈ ધોરાજી નગરપાલિકાને સુપરસીડ કરેલ. અા લડત દરમ્યાન ગત તા. ૬/૯/ર૦૧૭ના રોજ નાનજીભાઈ કુરજીભાઈ વસ્તપરા નામના ધોરાજીના નાગરીક પોતાની રોજીરોટી કમાવા માટે જમનાવડ રોડ પર મોટર સાયકલ લઈને નીકળેલ અને તંત્રની ઘોર બેદરકારી અને ધો.ન.પા.ના તત્કાલીન પ્રમુખ, ચીફ અોફિસર તથા પી.ડબલ્યુ.ડી.ના અધિકારી તથા તેના કોન્ટ્રાકટરો તથા ભૂગભૅ ગટરના કોન્ટ્રાકટરોની લાપરવાહી અને ઘોર ઉપેક્ષા અને બેજવાબદારીને લઈને જે તેમની ફરજમાં હોવા છતાં રોડ, રસ્તા પ્રત્યેની બેદરકારીથી રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયેલ. જેથી કમનસીબે નાનજીભાઈનું મોટર સાયકલ તે ખાડાને લઈને સ્લીપ થતા નાનજીભાઈ પડી જતા જેતે માથામાં ગંભીર ઈજા થતા જવાબદારોની બેદરકારીને લઈને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજેલ. જે અંગેની ફરીયાદ નાનજીભાઈના ભાઈ કિશોરભાઈ વસ્તપરાઅે ગત તા. ૧૦/૯/ર૦૧૭ના ધોરાજી પો. સ્ટેશનમાં લેખિત ફરીયાદ અાપેલ પરંતુ પોલીસ અાંખ અાડા કાન કરી કોઈ કાયૅવાહી ન કરતા કિશોરભાઈઅે ધોરાજીના અેડવોકેટ ચંદુભાઈ પટેલ મારફત ધોરાજી કોટૅમાં તા. ૧૦/૧/૧૯ના રોજ ફરીયાદ અાપેલ છે. અા બનાવમાં કોટૅ દ્વારા પોલીસે તેમને અાપેલ ફરીયાદમાં શંુ કાયૅવાહી કરી તેનો રીપોટૅ મંગાવવાનો હુકમ ફરમાવતા બેદરકારી દાખવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. અા કેસમાં અારોપી પક્ષે તત્કાલીક પ્રમુખ કે.પી.માવાણી, ચીફ અોફિસર દવે તથા તથા તત્કાલીન પી.ડબલ્યુ.ડી.ના અધિકારીઅો કોન્ટ્રાકટરો, ભૂગભૅ ગટરના તત્કાલીન કોન્ટ્રાકટરો વિગેરે છે તેમ યાદીમાં જણાવાયું છે.


Advertisement