અમરેલી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધા યોજાશે

11 January 2019 12:58 PM
Amreli
Advertisement

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.10
અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રા) હેઠળ ભભસ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધાભભનું આયોજન કરવામાં આવ્યુ છે. ઘરના વ્યકિતગત શૌચાલયને પેઈન્ટીંગ અને ડેકોરેશન ર્ેારા શણગાર કરીને અમરેલી જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે. શૌચાલયને કલાત્મક રીતે શણગારી ઈનામ જીતવાની તક છે. આ હરીફાઈમાં વ્યકિતગત ઘરોમાં સૌથી સર્જનાત્મક રીતે શણગારવામાં આવેલ વ્યકિતગત શૌચાલયને રાષ્ટ્રીય સ્તરના સમારંભમાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે. સ્વચ્છ સુંદર શૌચાલય હરીફાઈ માટેનો સમયગાળો તા.01 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમ્યાનનો રહેશે. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે પેઈન્ટીંગ ર્ેારા તેના ઘરના શૌચાલયને સુંદર બનાવવાનું તેમજ સ્થાનિક કલા ડિઝાઈન અને કલાત્મક અને સર્જનાત્મક ચિત્રો દોરીને તેના ફોટોગ્રાફ સાથે સંબંધિતગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે. આ સ્પર્ધાની વિગતો તાલુકા કક્ષાની ગ્રામ પંચાયતની નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.


Advertisement