ગોંડલ તાલુકાના મોવિયા, મેસપર, માંડણકુંડલા અનિડા અને મેતા ખંભાળીયાની પંચાયતની તા. ર૦ના ચૂંટણી

11 January 2019 12:52 PM
Gondal

મોવિયાની પંચાયતની ચૂંટણીમાં ખરાખરીનો જંગ: ૧૪ વોડૅમાં ૩૧ ઉમેદવારોની દાવેદારી

Advertisement

(જીતેન્દ્ર અાચાયૅ દ્રારા) ગોંડલ તા. ૧૧ ગોંડલ તાલુકાના મેસપર, માંડણ કુંડલા, અનિડા તેમજ મેતા ખંભાળિયા ગામમાં અાગામી તા. ર૦ જાન્યુઅારીના ચૂંટણી યોજાનાર છે અને તા રર ના મત ગણતરી થનાર છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના મોવિયા ગામે ગ્રામ પંચાયતમાં બજેટ મંજૂર ન કરાવી શકતા સમગ્ર બોડી ગેરલાયક ઠરવા પામી હતી, જે અનુસંધાને ચૂંટણી યોજાનાર છે ૧૪ વોડૅમાં ૩૧ ઉમેદવારોઅે દાવેદારી કરી છે જયારે સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારો દ્રારા દાવેદારી કરવામાં અાવી છે. જયારે અન્ય ગામોમાં સાત વોડૅમાં વિવિધ ઉમેદવારોઅે દાવેદારી કરી છે મેસપર ગામ સરપંચ પદ માટે કોઈપણ ઉમેદવાર દ્રારા દાવેદારી કરવામાં અાવેલ નથી માત્ર સભ્યપદ માટે જ દાવેદારી કરવામાં અાવી છે મેસપર ગામ ગ્રામ પંચાયતના તમામ સભ્યોઅે સજાેડે રાજીનામું અાપી દીધેલ હતું, જયારે અનીડા ગામે બે વોડૅને બાદ કરતાં તમામ વોડૅના સભ્યો અે રાજીનામા અાપતા ફરી ચૂંટણી અાવી ચડી છે. ઉપરોકત તમામ ગામોમાં ચુંટણી કામગીરી માટે સેવાસદનના મનીષભાઈ જાેશી, અેમ અાર ચોચા, વીસી ખૂંટ અને અેસ અાર મણવર દ્રારા કાયૅવાહી હાથ ધરવામાં અાવી છે. અાવતીકાલના ગોંડલ મામલતદાર અોફિસ ખાતે ઈવીઅેમ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં અાવનાર છે.


Advertisement