વાઈબ્રન્ટમાં કૃષિક્ષેત્રે સૌથી વધુ કરાર થશે

11 January 2019 12:43 PM
Ahmedabad Gujarat
  • વાઈબ્રન્ટમાં કૃષિક્ષેત્રે સૌથી વધુ કરાર થશે

યુએઈની કંપની, નેધરલેન્ડસ, ઈઝરાયેલ રોકાણ કરશે

Advertisement

અમદાવાદ તા.11
વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનમાં ગુજરાત સરકાર કૃષિ અને કૃષિ વ્યાપાર ક્ષેત્રે મોટા પ્રોજેકટો માટે એમઓયુ કરવા જઈ રહી છે. રૂા.10000 કરોડના રોકાણ સાથેના 431 એમઓયુ થશે, એમાંથી 10 વિદેશી રોકાણકારો સાથે અને 28 વ્યુહાત્મક ભાગીદારી માટે થશે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ યુનાઈટેડ અરબ એમીરેટસ (યુએઈ) સ્થિત ઈમાર ગ્રુપ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન સાથે મેગાફુડ પાર્ક, પ્રોકયુરમેન્ટ, કોન્ટ્રેકટ ફાર્મિંગ, ચેઈન પ્રોસેસીંગ અને યુએઈને નિકાસ માટે રૂા.3000 કરોડના એમઓયુ કરશે.
નેધરલેન્ડસ સરકાર પણ ગુજરાત સરકાર સાથે ખારાશવાળી અને બિનઉપજાઉ જમીનમાં ખેતી માટે એમઓયુ કરશે. બન્ને વચ્ચે હોર્ટીકલ્ચર અને અન્ય ક્ષેત્રે સંરક્ષિત ખેતી માટે પણ એમઓયુ થશે.
ફ્રાંસ ફાર્મ ઈનપુટસ અને ઈકિવપમેન્ટ મેન્યુફેકચરીંગમાં એમઓયુ કરશે. ઈઝરાયેલનું મંત્રાલય પ્લાન્ટસ, પશુ વિજ્ઞાન, ખેતસંરક્ષણ, માટી અને પર્યાવરણ વિજ્ઞાન, ફુડ સાયન્સ અને એગ્રીકલ્ચરલ એન્જીનીયરીંગમાં કૃષિ સંશોધન માટે એમઓયુ કરશે.
રશિયાની અસ્ટ્રાખાન યુનિવર્સિટી અને પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી વચ્ચે કૃષિ સંશોધન અને વિજ્ઞાનમાં એમઓયુ થશે.
ગુજરાત અને ભારતની એગ્રો બીઝનેસ કંપનીઓ પણ મોટી રકમના રોકાણ માટે એમઓયુ કરશે. એમાં ખેતપેદાશના ગ્રેડીંગ, વેકયુમ ફીઝીંગ, ટ્રેનીંગ, એગ્રી-મશીનરી, હની પ્રોસેસ, હર્બલ પ્રોડકટસ, પેકેજીંગ અને ટેકનોલોજી ક્ષેત્રને આવરી લેતા હશે. નેધરલેન્ડસથી આવનાર 54 સભ્યોનું પ્રતિનિધિમંડળ ફુડ, એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર, સ્માર્ટ સીટીસ, હિન્દુપેવલ એનર્જી લોજીસ્ટીકટ અને મરીન સેકટરમાં ભાગીદારી કરશે.


Advertisement