ઓવર ટુ સીડની: કાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વનડે જંગ: કાંગારૂ 1986ની જર્સી સાથે મેદાનમાં ઉતરશે

11 January 2019 12:41 PM
Sports
  • ઓવર ટુ સીડની: કાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વનડે જંગ: કાંગારૂ 1986ની જર્સી સાથે મેદાનમાં ઉતરશે
  • ઓવર ટુ સીડની: કાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વનડે જંગ: કાંગારૂ 1986ની જર્સી સાથે મેદાનમાં ઉતરશે

એલન બોર્ડર ટીમે છેલ્લે ગોલ્ડન યલ્લો- પેરોટ- ગ્રીન રંગની જર્સી પહેરી હતી. વર્લ્ડકપ પુર્વેના બન્ને ટીમોની ટકકર પર નજર :હાર્દીક-રાહુલના ટીમમાં સમાવેશ સામે પ્રશ્ર્ન: મેચ કાલે સવારે 7.50 કલાકે શરૂ થશે; ભારતની બેટીંગ લાઈનઅપ વધુ પાવરફુલ

Advertisement

સીડની: કાલથી પ્રારંભ થતી ભારત સામેની વન-ડે શ્રેણીના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ 1996માં એલન બોર્ડરના નેતૃત્વ હેઠળની ટીમે જે ગોલ્ડન અને લીલા રંગની જર્સી પહેરી સહીતનો ડ્રેસ પહેર્યો હતો તેવો જ ડ્રેસ પહેરીને મેદાનમાં ઉતરશે. આ જર્સી જ્યારે છેલ્લે ઓસી ટીમે પહેરી તે સમયે ઓસી ક્રિકેટર 1 વર્ષનો હતો અને તેનો જ આ આઈડીયા હતો કે ટીમે એલન બોર્ડરની ટીમે જે યુનિફોર્મ પહેર્યો હતો તે ફરી અપનાવવો જોઈએ અને ક્રિકેટ બોર્ડે તે સ્વીકારી લીધો છે. ફરી ગોલ્ડન યલ્લો અને પોપટ જેવા લીલા રંગની આ જર્સી 32 વર્ષ પછી ફરી મેદાનમાં દેખાશે. ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં ઓસી ટીમ જે રીતે 2-1થી પરાજીત થઈ તે બાદ ટીમને જુસ્સાની જરૂર છે. એલન બોર્ડર અને રીકી પોન્ટીંગના કપ્તાનપદના યુગમાં ઓસી ક્રિકેટ ટીમ વિશ્ર્વમાં નંબર વન હતી અને અપરાજીત પણ ગણાતી હતી. હવે ટીમને ફરી એ જુસ્સાની જરૂર છે.
ભારત સામે ટેસ્ટ શ્રેણીમાં પરાજીત થયા બાદ હવે કાંગારુઓ બાઉન્સ બેક થવા માટે પુરતો જુસ્સો મેળવવા કોઈ કસર છોડી નથી. સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જ પ્રથમ વનડે રમાશે અને તેઓ પીટર સીડલી નવ વર્ષ પછી ટીમમાં પરત ફરી રહ્યો છે. છેલ્લે તેણે 2010માં શ્રીલંકા સામે વનડે રમ્યો હતો. ઉપરાંત ઉસ્માન ખ્વાજા અને નાથન લેયોનને પણ ઓસી ટીમે વનડેમાં રીકોલ કર્યો છે. હાલમાં જ ભારત સામેની ટષસ્ટ શ્રેણીમાં તેના સારા દેખાવથી તેને વનડે ટીમમાં પરત લેવાયા છે. ભારતની જેમ ઓસીએ પણ તેની પેસ બોલીંગમાં સ્ટાર ખેલાડી મીશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટકયુમીસને આરામ આપ્યો છે. ભારતે કાલથી શરુ થતી વનડે શ્રેણીમાં તેની પાવરફુલ બેટીંગ લાઈનઅપને મેદાનમાં ઉતારી છે. ભારતીય ટીમ હાલ વનડે રેન્કીંગમાં પ્રથમ નંબરે છે અને હવે જયારે ક્રિકેટ વર્લ્ડકપ નજીક આવી ગયો છે. તે સમયે ટીમ ઈન્ડીયા તેની આ નંબર વન રેન્કીંગની પ્રતિષ્ઠા જાળવીને તે આઈસીસી ઈવેન્ટમાં જવા માંગશે.
ટીમમાં એમ.એસ.ધોની અને હાર્દીક પંડયાને ફરી બોલાવાયા છે પણ બે મેચના પ્રતિબંધના કારણે કે.એસ.રાહુલ કે હાર્દીક રમી શકશે કે કેમ તે પ્રશ્ર્ન છે.
ટીમ ઈન્ડીયામાં ભુવનેશ્ર્વરકુમાર ને ટેસ્ટમાં આરામ આપીને વનડે શ્રેણી માટે ટીમમાં સમાવાયો છે. કાલનો વનડે ભારતીય સમય મુજબ સવારે 7.50 કલાકે પ્રારંભ થશે.
ટીમ ઓસ્ટ્રેલીયા: એરોન ફીન્ચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, શોન પાર્થ, પીટર હેન્ડસ કોમ, ગ્લેન મેકસવેલ, માર્કસ સ્ટોઈનીસ, મીત્ચ માર્શ, એલેકસ, કેરી, (વિ.કી.) જે રીચાર્ડસન, બેઈલી સ્ટાનલેક જેસોન બેર્નડ્રોફ પીટર સીડલી નાથન લેયોન આદમ, ઝમ્પા.
ભારત ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહીત શર્મા (વાઈસ કેપ્ટન), કે.એલ.રાહુલ, શીખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમ.એસ.ધોની (વિ.કી), હાર્દિક પંડયા, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સીરાજ, ખલીલ અહેમદ અને મોહમ્મદ શામી.


Advertisement