ધોરાજીમાં ચાલતી શ્રીમદ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ભવ્યતાથી ઉજવાયો

11 January 2019 12:35 PM
Dhoraji
  • ધોરાજીમાં ચાલતી શ્રીમદ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ભવ્યતાથી ઉજવાયો
  • ધોરાજીમાં ચાલતી શ્રીમદ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ભવ્યતાથી ઉજવાયો

રાજયના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયાનું અભિવાદન કરાયું

Advertisement

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા. ૧૧ ધોરાજી ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં રુક્ષમણી વિવાદનો પ્રસંગ ભવ્યતાથી ઉજવાયો હતો અા પ્રસંગે રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાઅે કથામૃતનો લાભ લીધો હતો. હજારો વૈષ્ણવો અા પ્રસંગમાં જાેડાયા હતા. અા પ્રસંગે જાગાણી તથા વિપુલભાઈ ઠેસીયા પરીવારના ઘેરથી રુક્ષમણીજીની જાન વાજતે ગાજતી નીકળી હતી જેમાં બગીચા શણગારો અને ડી.જે. ઢોલનગારાની સાથે રાસ ગરબાની રમઝટ બોલી હતી બહોળી સંખ્યામાં વૈષ્ણવો જાનમાં જાેડાયા હતા અને જાન કથામંડપે પહોંચી હતી. જેમાં કન્યાદાન રમેશભાઈ ધડુક તથા કાન્તીભાઈ સુદાણી પરિવારે કરેલ હતંું. અા તકે રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા ખાસ કથામાં પધારેલ અને તેમનું કથાસ્થળે ખેસ પહેરાવી સન્માન કરેલ હતું. રૂક્ષ્મણી વિવાહની કથા અને વિદાયમાં વૈષ્ણવોની અાંખોમાં અાસુ અાવી ગયા હતા. કથામાં ધોરાજી તેમજ દુરદુરથી કથાનું રસપાન કરવા વૈષ્ણવો પધારે છે અા તકે રમેશભાઈ ધડુક, વિપુલભાઈ ઠેસીયા, હરકીશનદાસ માવાણી, નીતીનભાઈ જાગાણી, દિપકભાઈ ઠેસીયા, સંજયભાઈ જાગાણી, સંજયભાઈ રૂપારેલીયા, કિશોરભાઈ વાગડીયા, પ્રમોદભાઈ રાખોલીયા, કૌશીકભાઈ વૈષ્ણવ, બાબુભાઈ જાગાણી, રમેશભાઈ કંટેસરીયા, બીપીનભાઈ રાખોલીયા, પરસોતમભાઈ ગુહણીયા સહીતનાઅો હાજર રહેલ હતા.


Advertisement