ભાવનગર પંથકમાંથી ૩ બુટલેગરો વિદેશી દારૂરુબિયરની ૯ર બોટલ સાથે ઝબ્બે

11 January 2019 12:34 PM
Bhavnagar
  • ભાવનગર પંથકમાંથી ૩ બુટલેગરો  વિદેશી દારૂરુબિયરની ૯ર બોટલ સાથે ઝબ્બે

ઘોઘામાં પોલીસના દરોડા વખતે બુટલેગર ૯૬ બોટલ રેઢી મુકી ફરાર

Advertisement

ભાવનગર, તા. ૧૧ ભાવનગરના તળાજાના પાવઠી ગામેથી બે શખ્સોને મેમણ કોલોનીમાંથી અેક શખ્સની ધરપકડ કરી હતી જયારે ઘોઘા વિસ્તારમાં પોલીસના દરોડા વખતે બુટલેગર ચકમો અાપી નાસી છુટયો હતો. તળાજાના પાવઠી ગામે ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા તળાજાના પાવઠી ગામે પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસને મળેલી પૂવૅ બાતમીના અાધારે પાવઠી ગામે દરોડો પાડી હરેશ નાનજીભાઈ ડાભી તથા દાના માવજીભાઈ ડાભીની ઈંગ્લીશ દારૂની પ૬ બોટલ કિ. રૂા. ૧૦,૭ર૦ના મુદામાલ સાથે ધરપકડ કરી તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મેમણ કોલોનીમાંથી દારૂરુબિયર સાથે અેક ઝબ્બે શહેરના ભરતનગર મેમણ કોલોની, બે માળીયા, રૂમ નં.૧૯૭૧માં અાર.અાર.સેલની ટીમે દરોડો પાડી અલ્તાફ નુરમહંમદ મેમણની ૧૪ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તથા રર બિયરના ટીન કુલ રૂા. ૮,૪૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરી પ્રોહી. અેકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘોઘામાં દારૂ રેઢો મુકી બુટલેગર ફરાર ભાવનગર જિલ્લાના ઘોઘા પો.સ્ટે. પીઅેસઅાઈ જે.અેચ.સીસોદીયાને મળેલી પૂવૅ બાતમીના અાધારે નવાગામની સીમમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૮ પેટી (૯૬ બોટલ)નો જથ્થો ઝડપી લીધો હતો. જોકે, અારોપી નાસી છુટયો હતો. બનાવ અંગે મળતી વિગતો મુજબ, ઘોઘા પો.સ્ટે.ના પીઅેસઅાઈ સીસોદીયાને મળેલી બાતમીના અાધારે નવાગામની સીમમાં અાવેલી વાડીમાં પ્રહલાદસિંહ ઉફેૅ પેલુભા છેલુભા ગોહિલ ઈંગ્લીશ દારૂની બોટલ રાખી વેચતો હોવાની હકીકતના અાધારે દરોડો પાડતા વાડીમાંથી ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલ કિ. રૂા. ર૮,૮૦૦નો મુદામાલ કબ્જે કરી તેના વિરૂઘ્ધ પ્રોહીબીશન અેકટ હેઠળ ગુનો નોંધી અારોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરેલ. અા કામગીરીમાં સ્ટાફના અે.વી. ચુડાસમા, અે.અેમ.મોરી, અેચ.અેન.ગોહિલ, અેમ.અેચ.વાઢેર, ગીરીરાજસિંહ જાડેજા તથા યશપાલસિંહ ગોહિલ જોડાયા હતા.


Advertisement