માસુમ તરૂણી પર બળાત્કાર ગુજારનાર શખ્સને પડધરીથી પકડી પાડતી પોલીસ

11 January 2019 12:33 PM
Bhavnagar
  • માસુમ તરૂણી પર બળાત્કાર ગુજારનાર
શખ્સને પડધરીથી પકડી પાડતી પોલીસ

વલ્લભીપુરના મેલાણા ગામની સીમમાં:હવસનો શિકાર બનેલી સગીરાએ વતન એમપીમાં મૃત બાળકને જન્મ આપ્યો હતો

Advertisement

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.11
વલ્લભીપુર તાલુકાનાં મેલાણા ગામની સીમ માં મજુરી કરતી બાળકી સાથે બળજબરી થી બળાત્કાર થયેલ હોય અને આ બાળકી ને મુત બાળક નો જન્મ અલીરાજપુર (એમ.પી) થયેલ જે બનાવ અંગે ફરીયાદ જોબટ પોલીસ સ્ટેશન, મધ્યપ્રદેશ થી આવતા વલ્લભીપુર પો.સ્ટે.માં ગુન્હો તા: 16/12/18 નાં રોજ રજીસ્ટર થયેલ અને આ કામેનો આરોપી તથા ભોગબનનાર મેલાણા ગામ તા. વલ્લભીપુર મુકામે મજુરી કરતા હોય બળાત્કાર કરી તેને જોબટ (એમ.પી) મુકી ત્યાંથી ભાગી ગયેલ હતો આ આરોપી ગંભીર બનાવ કરી નાસ્તો ફરતો હોય પો.અધિ.શ્રી પી.એલ માલ સાહેબ તથા ના.પોઅધિ.શ્રી પાલિતાણા નાંઓ એ વલ્લભીપુર પો.સ્ટે. માં આ બળાત્કાર ના આરોપી ને તાત્કાલીક ઝડપી પાડવાની સુચના આપેલ હોય અને ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ મ્હે.આઇ.જી.પી. સા. ભાવનગર રેન્જ ,ભાવનગર એ મધ્યપ્રદેશ તાત્કાલીક જવાની પરમીશન આપતા જે અન્વયે ઙજઈં ટી.એસ.રીઝવી તથા એ.એસ.આઇ. કાનજીભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ તથા પો.કોન્સ. અમીતકુમાર મકવાણા એ રીતેનાં સ્ટાફ મધ્યપ્રદેશ અલીરાજપુર તથા જોબટ તપાસ માં ગયેલ જયાં આરોપી પડધરી જી. રાજકોટ મુકામે હોવાની માહીતિ મળતા તુરત જ પો.હેઙકોન્સ. હરદેવસિંહ ગોહીલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહીલ તુરત જ પડધરી મુકામે ગયેલ જયાં આરોપી ધુલસિંહ ઉફે ધુલીયા નરસિંહ ભીલ ઉ.વ. 20 રહે. મુળ- બલૈડી તા. જોબટ જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળો મળી આવતા અત્રે તા:10/1/19 નાં આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ છે.


Advertisement