ગીર ગાય, ખુંટ તથા અશ્ર્વ પ્રદશૅનનું ભવ્ય અાયોજન : અશ્ર્વ સ્પધાૅ યોજાશે

11 January 2019 12:32 PM
Dhoraji
  • ગીર ગાય, ખુંટ તથા અશ્ર્વ પ્રદશૅનનું  ભવ્ય અાયોજન : અશ્ર્વ સ્પધાૅ યોજાશે

ઉપલેટામાં માધવ યુવા ગ્રુપ તથા ન.પા. દ્વારા

Advertisement

(કિરીટ દોશી) ઉપલેટા, તા. ૧૧ ઉપલેટામાં સૌપ્રથમ વખત માધવ યુવા ગ્રુપ તથા નગરપાલિકાના સહયોગથી ગૌશાળા તથા પાંજરાપોળના લાભાથેૅ તા. ૧૩ના રવિવારના મારૂતી ઈન્ડસ્ટ્રીઝ સામે પોરબંદર રોડ પર શ્રેષ્ઠ ગીર ગયા પ્રદશૅન, ગીર ખુંટ પ્રદશૅન, શ્રેષ્ઠ કાઠીયાવાડી ઘોડી, ઘોડા પ્રદશૅન મારવાડી ઘોડી, ઘોડા પ્રદશૅન, અશ્ર્વ ડાન્સ પ્રદશૅન યોજાશે અા સ્પધાૅમાં જે સ્પધૅકોઅે ભાગ લેવાનો હોય તેઅોઅે તા. ૧૩ના રોજ સવારના ૯ વાગ્યા પહેલા સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વધુ માહિતી માટે પાથૅભાઈ દાનાભાઈ ચંદ્રવાડીયા મો. ૯૯૦૪૩ ર૬૮૮૮ સંપકૅ કરવો.રવિવારની રઢીયાળે રાત્રે ભવ્ય કસુંબલ લોકડાયરો રાખવામાં અાવેલ છે. જેમાં કલાકારો માલદેભાઈ અાહીર, હાદિૅકભાઈ પ્રફુલભાઈ દવે ગ્રુપના સથવારે રાખવામાં અાવેલ છે તા. ૧૪ના સોમવારે રેવાલ ચાલ પ્રદશૅન, શ્રેષ્ઠ અસવાર તથા કૌશલ્ય પ્રદશૅન, ગરો લેવો, પાટી દોડનો કાયૅક્રમ રાખવામાં અાવેલ છે.અા સ્પધાૅમાં વિજેતા થનાર ત્રણ સ્પધૅકોને રોકડ ઈનામ શિલ્ડ અાપવામાં અાવશે તથા સન્માનપત્રો અાપવામાં અાવશે. અા કાયૅક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી શેરનાથ બાપુ, મનસુખભાઈ સુવાગીયા, રામકુભાઈ ખાચર, ભુપતભાઈ વાળા સહિતના વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


Advertisement