આદિપુરમાં ગીઝરમાંથી શોર્ટ લાગતા માતા અને ત્રણ માસના પુત્રનું કરૂણ મોત

11 January 2019 12:31 PM
kutch

સ્વીચ દબાવતા જ મોત ટપકયું...

Advertisement

ભૂજ તા.11
આદિપુરના 4 એ વિસ્તારમાં પાણી ગરમ કરવા માટે ગીઝર ચાલુ કરવા જતાં જોરદાર વીજ આંચકો લાગતાં, હેતલ નિલેશ પાઠક (28) અને તેણીના 3 માસના પુત્રનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ છે.
આદિપુરના 4 એ વિસ્તારમાં કરુણ ઘટના બનવા પામી હતી.આ વિસ્તારમાં સિંધોલોજી નજીક પ્લોટ નંબર 40,મકાન નંબર 1 માં રહેતા પરિવારમાં નિલેશ પાઠક નામનો યુવાન નોકરી માટે ઘરેથી નીકળી ગયો હતો.તેની પત્નીએ બાથરૂમમાં ગરમ પાણી કરવા માટે ગિઝરને ચાલુ કરવા સ્વીચ દબાવતાંની સાથે જ તેણીને જીવલેણ વીજ આંચકો લાગ્યો હતો.આ દરમ્યાન તેમની સાથે રહેલા 3 માસના પુત્ર રિયાઝને પણ આંચકો લગતા તેનું પણ મોત થયું હતું.નિલેશ નોકરી પરથી પરત આવ્યો હતો અને લાંબા સમય સુધી કોઈએ ઘરનો દરવાજો ન ખોલતા દરવાજાને તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તપાસ કરતાં આ માતા પુત્ર મૃત હાલતમાં મળી આવતા તેના પર આભ તૂટી પડ્યું હતું.


Advertisement