ભાવનગર જિલ્લામાં સોલંકી યુગ પૂરો? બાવળીયા પાસે પોકાર

11 January 2019 12:31 PM
Bhavnagar
  • ભાવનગર જિલ્લામાં સોલંકી યુગ પૂરો? બાવળીયા પાસે પોકાર

સૌરાષ્ટ્ર કોળી સમાજની બેઠકમાં પોલીસ દમન સહિતના મુદ્દે રજૂઆત : કુંવરજીભાઇએ તુરંત મુખ્યમંત્રીને વાત કરી

Advertisement

તળાજા તા.11
સૌરાષ્ટ્ર ના કોળી સમાજ ના આગેવનો ની કુંવરજી બાવળિયાના ગાંધીનગર નિવાસ સ્થાને ગઇકાલે બેઠક મળી હતી. બે કલાક થી વધુ આ બેઠક બંધ બારણે ચાલી હતી. બેઠકમાં સમાજ હિત ની વાત અને ભાજપ માં ભળ્યા બાદ બાવળિયા ના વધેલા રાજકીય કદ અને કેબિનેટ પ્રધાન બનાવ્યા હોય શુભેચ્છા મુલાકાત તરીકે ગણાવવા માં આવી રહી છે. આ બેઠક માં તળાજા શેહર તાલુકા કોળી સમાજ ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. માઇનિંગ નો વિરોધ કરી રહેલ લોકોમોટા ભાગે કોળી સમાજના હોય તે બાબતે પણ ચર્ચા કરી હોવાનું બેઠકમાં હાજરી આપનાર આગેવાનો એ સમર્થન આપેલ હતું.
"સમય સમય બલવાન હે,નહિ આદમી બલવાન". આ શબ્દો ને ચરિતાર્થ કરતી ઘટના કોળી સમાજ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના આગેવનો ની રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા ના નિવાસસ્થાને મળેલી બેઠક ને લઈ જોવા મળી. ભાજપ ને રાજ્યના બહુમત કોળી સમાજ નો એક ચહેરો જોઈતો હતો. જે છેલ્લા દોઢ દાયકાથી પરસોત્તમ સોલંકી ના રૂપ માં હતો. પરસોત્તમ સોલંકી નું કદ ઘટાડવા માટે ભાજપ એ કુંવરજી બાવળિયા ને પક્ષ માં લાવી સીધાંજ રાજ્ય ના કેબિનેટ મંત્રી બનાવી જસદણ ની ચૂંટણી જીત્યા બાદ બાવળિયાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની વાયરલ તસવીરો એ બાવળિયા નું કદ વધારી દીધું. આડકતરી રીતે સોલંકી બઘું ઓનું કદ ઑચ્છુ કરી નાંખયૂ તેમ વર્તમાન સમયે રાજકીય ગણિત ગણવામાં આવે છે.
કુંવરજી બાવળિયા અખિલ ભારત કોળી સમાજ ના હાલ પ્રમુખ છે. ગાંધીનગર સ્થિત બાવળિયા ના નિવસસ્થાને સૌરાષ્ટ્રના કોળી સમાજ ની બેઠક બોલાવવા માં આવી હતી. આ બેઠક માં તળાજા તાલુકા શહેર પ્રમુખ કરશભાઈ ગુજરીયા,ભરતભાઇ સરવૈયા, રણછોડભાઈ ચાવડા,ધર્મશીભાઈ માસ્તર, મન્ગા ભાઈ ગોહિલ, મથુરભાઈ સહિતના એ બેઠક માં ભાગ લીધો હતો.
તળાજા વિસ્તાર ના આગેવાનો એ જણાવ્યૂ હતું કે બે કલાક જેટલી બેઠક ચાલી હતી. આમ તો આ શુભેચ્છા મુલાકાત હતી. પરંતુ તળાજા મહુવા તાલુકા ના દસ ગામડાના લોકો જે માઇનિંગ નો વિરોધ કરી રહ્યા હતા. તેને લઈ પોલીસ સાથે થયેલ ઘર્ષણ અને પોલિસ એ અમાનુષી માર મારેલ હોય તે બાબતે કુંવરજી બાવળિયા ને કરેલી રજુઆત ને લઈ તેમણે મોબાઈલ પર આગેવાનોની હાજરી માજ મુખ્યમંત્રી સાથે વાત કરી હોવાનું આગેવાનોએ ખાસ ઉમેર્યૂ હતું.આ બેઠકનો હેતુ કુંવરજી બાવળિયા ની શુભેચ્છા અને સમાજ ને મજબુત કરવાનો હેતુ માત્ર જણાવવા માં આવે છે. પરંતુ રાજકીય વિશ્લેષકો ભાવનગર જિલ્લા માં બહુમત કોળી સમાજ હોય આથી નિરમાં આંદોલન,માઇનિંગ પ્રકરણે કોળી સમાજ પર દમન સરકાર ના ઈશારે ગુજારવામાં આવેલ હોવાની લાગણી અને બાડી પડવા વિસ્તાર ના ખેડૂતો નું આંદોલન માં કોળી સમાજ જે અન્યાય અને દમનની લાગણી અનુભવી રહ્યો છે અને તેના કારણે આગામી લોકસભા પર ભાજપ ને નુકશાન ન જાય તે માટે ડેમેજ ક્ધટ્રોલ નો એક ભાગ પણ આ બેઠક ગણવામાં આવે છે.
અહીં થી ગયેલા આગેવાનો ને હવે પરસોત્તમ ભાઈ નું વર્ચસ્વ ઘટશે કે કેમ ? તેના જવાબ મા અમે અગાઉ ભાઈ ને મળવા ગયા હતા. પણ તેમની તબિયત સારી નહતી આથી મલવાજ દીધા નહતાં.
ભાઈ/પરિવારએ સક્રિય થવું જરૂરી
સમય કોઈ એક વ્યક્તિ નો કાયમ રહેતો નથી. કોળી સમાજ ના મસીહા તરીકે જેમની છાપ હતી તેવા પરસોત્તમ સોલંકી ની હવે જોવા નથી મળતી. ભાજપ ને હવે કુંવરજીભાઇ મળી ગયા નું કહેવામાં આવેછે.આથી પરસોત્તમ સોલંકી પરિવાર એ ભાવનગર જિલ્લા માં પોતાનો દબદબો જાળવવો હોય તો જિલ્લા માં સક્રિય થવું જરૂરિછે. વર્તમાન સમયે મહુવા અને તળાજા વિસ્તાર ના કોળી સમાજ સહિત ખેડૂત વર્ગ ની લાગણી જીતવા માટે માઇનિંગ ના મુદ્દે પોલીસ એ કરેલા બળ પ્રયોગ નો મુદ્દો ગરમ છે તેમ રાજકીય લોબી માં ચર્ચાનો વિષય છે.


Advertisement