ભચાઉમાં દરજી યુવક અને યુવતીનો આપઘાત

11 January 2019 12:30 PM
kutch

બપોરે યુવકે ફાંસો ખાધો, સવારે યુવતી લટકી ગઇ : રામવાડી વિસ્તારની ઘટના

Advertisement

ભૂજ તા.11
પૂર્વ કચ્છના ભચાઉના રામવાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય મહેશ બચુ દરજી નામના યુવાન અને રામવાડીમાં જ રહેતી દરજી સમાજની 20 વર્ષની હેમાંગી ધરમશી દરજી નામની યુવતીએ ગળેફાંસો ખાઈ,જીવનનો અંત લાવી દેતાં ચકચાર પ્રસરી છે.માત્ર બે દિવસમાં દરજી સમાજના યુવાન અને યુવતીના આપઘાતથી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
રામવાડી વિસ્તારમાં રહેતા મહેશ દરજી નામના યુવાન ગામમાં આવેલી ટોપ્સન નામની દુકાનમાં સિલાઈકામ કરતો હતો.ગઈકાલે મધ્યાહન સુધી દુકાનમાં કામ કર્યા બાદ તે ઘરે ભોજન કરવા આવ્યો હતો,અને પરત દુકાને જઈ ,કામે લાગી ગયો હતો.દરમ્યાન ઢળતી બપોર બાદ ચા પીવા જવાની વાત કરી,ઘરે રૂમને અંદરથી બંધ કરી,પાંખમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.તેના ભાભીએ દરવાજો લાંબા સમયસુધી ખખડાવ્યો હતો.દરવાજો ન ખુલતા તેઓએ ઘરના સભ્યોને જાણ કર્યા બાદ દરવાજાને તોડી પડ્યા બાદ યુવાન લટકતી હાલતમાં મળી આવ્યો હતો.પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી બાદ મોડી સાંજે યુવાનની અંતિમવિધિ કરવામાં આવી હતી.દરમ્યાન,સવારે હેમાંગી દરજી નામની યુવતીએ પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement