જાફરાબાદમાં સામાન્ય બાબતમાં યુવાન પર હીચકારો હુમલો

11 January 2019 12:26 PM
Amreli
Advertisement

અમરેલી તા. ૧૧ જાફરાબાદનાં પીપળી કાઠા બાગ વિસ્તારમાં રહેતાં અને મચ્છીમારીનો ધંધો કરતાં જગદિશભાઈ નાથાભાઈ બારૈયા નામનો ર૭ વષિૅય યુવક ગત તા. ૮ નાં રોજ રાત્રીના સમયે પોતાની બોટ છુટી થવાની હોય જેથી બોટમાં જઈને સુતો હતો ત્યારે બેટીયાવાસ ગામે રહેતાં ભરતભાઈ (ડોટીયા) નામનાં ઈસમે ત્યાં અાવી અા યુવકને કહેલ કે અા બોટનો સળીયો સીધો કરવો છે. જેથી યુવકે સવારે સીધો કરીશુ તેમ કહેતાં સામાવાળા ભરતભાઈઅે ઉશ્કેરાઈ જઈ બોટમાં પડેલ લાકડું અા યુવકના માથામાં ભાગે મારી દેતાં માથામાં બે ટાંકા અાવતા સારવાર માટે દવાખાને ખસેડવામાં અાવેલ છે.


Advertisement