અમદાવાદ તરફ કતલખાને જતી અાઠ ગાય તથા બે વાછરડાને બચાવી લેતા બોટાદના ગૌરક્ષકો

11 January 2019 12:10 PM
Veraval
  • અમદાવાદ તરફ કતલખાને જતી અાઠ ગાય તથા બે વાછરડાને બચાવી લેતા બોટાદના ગૌરક્ષકો

બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની બાતમીના

Advertisement

બોટાદ, તા.૧૧ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા કે જવો અખીલ ભારતીય સવૅદલી ગૌરક્ષા મહાઅભીયાન સમિતિ કિશાન મંડળ દિલ્હીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજયના ઉપાઘ્યક્ષ તરીકેની બેવડી જવાબદારી સંભાળી જીવના જોખમે માનદ સેવા અાપે છે, તેમને તેમના ગૌરક્ષક બાતમીદારે સામતભાઈ જેબલીયાના મો.૯૮ર૪૩૯૦૧૩૩ ઉપર રાત્રે ૩ વાગ્યે ફોન કરી જણાવેલ કે રાજકોટરુલીંબડી તરફથી અેક ટ્રક નં.જી.જે.૧૬ વી ૬૧પ૪માં અબોલ પશુઅોને અમદાવાદ તરફ કલખાને લઈ જાય છે તેથી સામતભાઈ જેબલીયાઅે તાબડતોબ તેમના સાથી ગૌરક્ષક કે જેઅો સુરત તરફથી અાવી રહયા હતા તે સંજયભાઈ અને મેહુલભાઈ ને જાણ કરતા તેઅો તે સમયે બગોદરામાં ધોળકા ચોકડીઅે રોડદ ઉપર વોચમાં ઉભા રહી ગયેલ તે દરમિયાન બાતમી મુજબનો ટ્રક નીકળતા ઉભો રખાવવાની કોશીશ કરતા ટ્રક ઉભો રખાવી ટ્રકની તાડપત્રી ઉચી કરી ચેક કરતા તેમાં અાઠ ગાયો અને બે વાછરૂ દોરડાથી ક્રુરતા પૂવૅક બાંધેલી હાલતમાં જણાતા અને ટ્રકમાં કોઈ ઘાસરુપાણીની સુવિધા ન હતી તેમજ ટ્રક ચાલક નાથાભાઈ મેહાભાઈ શામળા રહે રઘુવીરપુરા તા.માણાવદર જિ.જુનાગઢ વાળા પાસે ટ્રકમાં પશુ ગૌવંશ ની હેરફેર ના કોઈ અાધાર પુરાવા ન હતા. ગૌવંશની હેરફેર ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય તેમ છતા વહેલા ૪ વાગ્યાના સમયે ગૌવંશ ભરીને જતા હતા તેથી ગૌરક્ષકો અે તાત્કાલિક બગોદરા પોલીસને જાણ કરતા બગોદરા પોલીસ સ્થળ ઉપર અાવી પહોંચી તપાસ કરી ટ્રકને પોલીસ સ્ટેશન લાવી અાગળની કાયૅવાહી કરી રહયા છે.


Advertisement