કાલે ભાવનગરમા અેકસેલ ક્રોપ કેર દ્વારા યોજાશે અેકસેલ અેકસપ્રેશનનો વિનસૅ શો

11 January 2019 12:10 PM
Bhavnagar
Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૧૧ કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે વિશ્ર્વભરમા ખ્યાતિપ્રાપ્ત બનેલા ભાવનગર શહેરના કલાકારોઅે દેશ અને વિદેશમાં સારી અેવી નામના મેળવી રહયા છે. કલા અને સાંસ્કૃતિક પ્રવૃતિઅોને સતત ધબકતી રાખવામા શહેરની અેકસેલ ક્રોપ કેર સહીતની અનેક સંસ્થાઅોનો પણ પ્રમુખફાળો રહેલો છે. અેકસેલ ક્રોપ કેર દ્વારા વષોૅથી નીયમીતપણે નીયત સમયગાળા દરમિયાન શાળા અને કોલેજ કક્ષાના વિધાથીૅ ભાઈઅો તથા બહેનો માટે સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃતિઅોનંુ અેકસેલ અેકસપ્રેશન નામક વિશિષ્ટ અાયોજન કરાય છે. જેમા દર વષૅે બહોળી સંખ્યામા શાળા અને કોલેજના વિધાથીૅઅો ઉત્સાહભેર જોડાઈને તેઅોની પાસે રહેલા કલા કૌશલ્યને ઉજાગર કરે છે. અેકસેલ ક્રોપ કેર સંસ્થા દ્વારા શાળા કોલેજના વિધાથીૅઅોમા કલા કૌશલ્યમા પારંગતતા જાળવી રાખે તે માટે સમયાંતરે તેઅો માટે તજજ્ઞોના વકૅશોપનંુ પણ અાયોજન કરવામા અાવતુ હોય છે. અા ઉજજવળ પરંપરા અનુસાર અેકસેલ ક્રોપ કેર અાવતીકાલે સાંજે ૪ કલાકથી અેકસેલ અેકસપ્રેશનનો વિનસૅ શો ભાવનગર શહેરના સરદારનગરમા અાવેલા ઝવેરચંદ મેઘાણી અોડિટોરીયમ ખાતે યોજાશે. જો બકા નામક ગુજરાતી ફિલ્મ નિમાૅતા રુદિગ્દશૅક ઉત્પલ મોદીની ખાસ ઉપસ્થિતિમા અા વષૅે જુદી જુદી સ્પધાૅમાં વિજેતા વિધાથીૅઅોને મહાનુભાવોના હસ્તે બિરદાવવામા અાવશે. અા પ્રસંગે પસંદગી પામેલા કલાકારો દ્વારા અેક અેકથી ચડીયાતા સુગમ ગીત, લોક ગીત, લોક નૃત્ય, સમુહ ગીત વિગેરે કૃતિઅો રજુ કરવામાં અાવશે. શહેરની તમામ શાળા અને કોલેજના વિધાથીૅઅો, અાચાયાૅે, શિક્ષકો, વાલીઅો, સંયોજકો, નિણાૅયકો વિ. તેમજ કલારસિક જનતાને બહોળી સંખયામાં ઉપસ્થિત રહેશે.


Advertisement