ઈન્સપાયર અેવોડૅ પ્રદશૅનમાં બોટાદની શાળાના વિધાથીૅની પસંદગી: ગૌરવ

11 January 2019 12:06 PM
Botad
Advertisement

બોટાદ તા.૧૧ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિદસર ભાવનગર દ્વારા અાયોજીત ઈન્સપાયર અેવોડૅ પ્રદશૅનરુર૦૧૮રુ૧૯ તા.૭ના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સિદસર ભાવનગર ખાતે યોજાયેલ. જેમા બોટાદની ડો. બી.અાર. અાંબેડકર પ્રા. શાળા નં. ર૬ શંકરપરા ધો.૮નો વિધાથીૅ હડીયલ કેવલ હસમુખભાઈ દ્વારા ''ફયુલ સેવર ટાયરલેસ પ્લેન''ની કૃતિ શાળાના વિજ્ઞાન શિક્ષક અનિલભાઈ અેસ. વાઝાનાં માગૅદશૅન હેઠળ પ્રદશૅનમાં મુકાયેલ. અા કૃતિ રાજયકક્ષાના ઈન્સપાયર અેવોડૅ પ્રદશૅન માટે પસંદ થતા રાજયકક્ષાના ઈન્સપાયર અેવોડૅ પ્રદશૅનમાં રજુ કરવામા અાવશે. ઉપરોક કૃતિ રાજયકક્ષા માટે પસંદ થતા શાળાના અાચાયૅ લલિતભાઈ વાજા, ચેરમેન કિશોરભાઈ પીપાવત, શાસનાધિકારી, પી.ડી. મોરી તેમજ સમગ્ર શાળા સ્ટાફે અભિનંદન પાઠવેલ છે. તેમજ રાષ્ટ્રકક્ષા માટે પસંદગી પામે તેવી શુભેચ્છા પાઠવેલ છે.


Advertisement