બાઈક અને ટે્રકટર વચ્ચે અકસ્માતમાં નિવૃત પશુ ડોકટરનું ગંભીર ઈજાથી મોત

11 January 2019 11:59 AM
Jasdan
  • બાઈક અને ટે્રકટર વચ્ચે અકસ્માતમાં નિવૃત પશુ ડોકટરનું ગંભીર ઈજાથી મોત

જસદણના લીલાપુર ગામ પાસે : નિવૃત તબીબ બ્રહ્માકુમારી સંસ્થામાં સેવા કાયૅ કરતા હતા

Advertisement

(હિતેષ ગોસાઈ) જસદણ તા. ૧૧ જસદણના વાજસુરપરામાં રહેતા ઘેટા કેન્દ્રના નિવૃત ડાર્કટરનું ગત મોડી રાત્રીના લીલાપુર ગામ નજીક બાઈક અને ટે્રકટર વચ્ચે અકસ્માતમાં ગત મોડી રાત્રે મોત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ જસદણના વાજસુરપરામાં નિવૃત જીવન ગાળતાં અને બ્રહ્માકુમારી સંસ્થામાં સેવા કાયૅ કરતાં રઘુભાઈ ચોથાભાઈ શીરોળીયા (ઉ.વ. પ૯) ગત મોડી રાત્રીના જસદણના લીલાપુર ગામેથી અેક બ્રહ્માકુમારીના ધામિૅક કાયૅક્રમ પતાવી પોતાના બાઈકમાં જસદણ પરત ફરતા હતાં. ત્યાં ગામ નજીક અેક ટે્રકટરે તેમને હડફેટે લીધા હતાં અને ઘટના સ્થળે તેમનું કરૂણ મોત નિપજતાં અા અંગે સામાજિક કાયૅકર વિરમભાઈ મેવાડા સહિતના અાગેવાનો જસદણ સરકારી હોસ્પિટલે દોડી ગયા હતાં. મૃતક અપરણિત હતાં અને ઘેટા કેન્દ્રના ડાર્કટર તરીકે નિવૃત થયાં હતાં. તેમને વષોૅથી બ્રહ્માકુમારી સંસ્થા સાથે લગાવ હોવાથી સેવા અાપતા હતાં. ગત મોડી રાત્રીના તેમનું અકસ્માતમાં કરૂણ મોત નિપજતાં બ્રહ્માકુમારી સંસ્થા અને સમાજમાં શોકભીની લાગણી પ્રસરી હતી.


Advertisement