જસદણના નાની લાખાવડ ગામેથી સગીરાનું અપહરણ

11 January 2019 11:52 AM
Jasdan

અપહરણકાર કમલેશ કોળીને શોધતી પોલીસ

Advertisement

રાજકોટ, તા. ૧૧ જસદણ તાલુકાનાં નાની લાખાવડ ગામેથી સગીરાનું તેજ ગામનો કોળી શખ્સ લલચાવી અપહરણ કરી ગયાની જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાનાં નાની લાખાવડ ગામે રહેતી ૧ર વષૅ ૪ મહિના અને ૧૩ દિવસની ઉંમર ધરાવતી સગીરાને લલચાવી, ફોસલાવી, બદકામના ઈરાદે વાલીપણામાંથી તે જ ગામનો કમલેશ માવજી સરીયા નામનો કોળી નામનો શખ્સ અપહરણ કરી ગયાની જસદણ પોલીસમાં સગીરાના પિતાઅે ફરીયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ ઈન્ચાજૅ પીઅાઈ વી.કે.ગોલવેલકરે હાથ ધરી છે.


Advertisement