વેરાવળની આશાબહેનોએ રસીકરણ કાર્યક્રમ ઉપર નાટક રજુ કર્યુ

11 January 2019 11:52 AM
Veraval
Advertisement

વેરાવળ તા.11
વેરાવળ ખાતે ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં આશા સંમેલનમાં તાલુકા હેલ્થ ઓફિસ વેરાવળના માર્ગદર્શન હેઠળ આશાબહેનોએ રસીકરણ કાર્યક્રમ ઉપર ખુબ સુંદર રીતે નાટક રજૂ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ નાટકના માધ્યમથી આશા સંમેલનમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનોને નાના બાળકોને સમયસર રસીકરણ આપવા માટે સંદેશો આપ્યો હતો. નાટકમાં સહભાગી બહેનો અશ્મીતાબહેન પરમાર, નીતાબહેન ગોહેલ, દયાબહેન વાળા, અપારનાથી શ્રધ્ધાબેન, મકવાણા લક્ષ્મીબેન, રાઠોડ જાગૃતિબેન, ચારીયા મમતાબેન, ચૂડાસમા સુનીતાબેન અને ભજગોતર કમળાબેનને શિલ્ડ આપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધસ્કારી ધ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.


Advertisement