ઉતરપ્રદેશમાં સમાજવાદી પક્ષ બસપાના ગઠબંધનની કાલે જાહેરાત

11 January 2019 11:36 AM
India
  • ઉતરપ્રદેશમાં સમાજવાદી પક્ષ બસપાના ગઠબંધનની કાલે જાહેરાત

બન્ને પક્ષો 37-37 બેઠકો લડશે: સોનિયા-રાહુલ સામે ઉમેદવાર ઉભા નહી રાખે

Advertisement

લખનૌ: આગામી લોકસભા ચૂંટણી પુર્વે કાલે ઉતરપ્રદેશમાં સમાજવાદી પક્ષ તથા બસપાના ગઠબંધનની સતાવાર જાહેરાત થશે. જેમાં આજે પક્ષોએ કોંગ્રેસને બહાર રાખવા નિર્ણય લીધો છે. કાલે બસપા વડા માયાવતી તથા સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ સંયુક્ત પત્રકાર યોજાશે. જેમાં કુલ 80 બેઠકોમાં બન્ને પક્ષો 37-37 બેઠકો લડશે. કોંગ્રેસના માટે સોનિયા-રાહુલ ગાંધીની બેઠકો પર આ ગઠબંધન ઉમેદવાર ઉભા રાખશે નહી પણ બાકીની છ બેઠકોમાં સાથી પક્ષોમાં અજીતસિંહના અધ્યક્ષપદ હેઠળના આરએલડીને 3 બેઠકો ફાળવતા આ પક્ષે વિરોધ કર્યો છે અને 4 બેઠકો માંગી છે. જે વિચાર હવે કાલ સુધીમાં ઉકેલી લેવાશે.


Advertisement