મતદાન પુર્વેના 72 કલાકમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકાશે નહી

11 January 2019 11:32 AM
India

આખરી ઘડીએ ‘લોલીપોપ’ આપવાના રાજકીય પક્ષોના વલણ પર રોક

Advertisement

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ચૂંટણી ઢંઢેરો મતદાનના 72 કલાક પુર્વે જાહેર કરવાનો નિયમ બનશે. ઉપરાંત મતદાનના ત્રણ દિવસ પુર્વે મીડીયા-સાયલન્સનો પણ એક નવો ખ્યાલ વિચારાઈ રહ્યો છે. રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરા ભાગ્યે જ આકર્ષણનું કેન્દ્ર હોય છે. પરંતુ હાલની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું છે કે ભાજપે મતદાનના બે દિવસ પુર્વે જ લોભામણા વચનો સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો તો 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબકકાના મતદાનના જ દિવસે જ અન્ય ક્ષેત્રમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને વિવાદ સર્જયો હતો અને કોંગ્રેસ પક્ષે તે અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જો કે આ માટે ચૂંટણી સમયે લાગું થતી આચાર સંહિતામાં કોઈ સ્પષ્ટતા નહી હોવાથી ચૂંટણી પંચ પગલા લેવામાં લાચાર પુરવાર થયું હતું.
વાસ્તવમાં એકથી વધુ તબકકાની ચૂંટણીમાં જે સાયલન્સ પીરીયડ 48 કલાકનો છે તે જયાં મતદાન હોય છે ત્યાં જ લાગું પડે છે જયારે અન્ય ક્ષેત્રોમાં બિન્દાસ ટીવી, સોશ્યલ મીડીયા, ઈન્ટરનેટ તથા પ્રિન્ટ મીડીયાથી પ્રચાર થાય છે જે મતદાન ક્ષેત્રના મતદારોને પણ પ્રભાવિત કરે છે. હવે આ સાયલન્સ પીરીયડમાં રાજકીય પક્ષો જે-તે ક્ષેત્રમાં પ્રચાર કરતા નથી પણ ઈલેકટ્રોનીક મીડીયા- સોશ્યલ મીડીયામાં એક યા બીજી રીતે પ્રચાર થતો જ રહે છે.
પ્રથમ કેસમાં ચૂંટણી પંચને જે ભલામણો મળી છે તેમાં રાજકીય પક્ષો- નેતાઓને પત્રકાર પરિષદ ભરવા કે ટીવી કે અન્ય રીતે ચૂંટણી સંબંધી મુદાઓ પર મુલાકાત આપવા પર પ્રતિબંધની તૈયારી છે. ગુજરાત ચૂંટણી સમયે ખુદ કોંગ્રેસના વડા શ્રી રાહુલ ગાંધીએ બીજા તબકકાના મતદાનના એક દિવસ પુર્વે ટીવી ઈન્ટરવ્યુ આપ્યા હતા તો દમાં અમીત શાહ, પીયુષ ગોયલે પણ આ પ્રકારે મુલાકાતો આપી હતી. આ ઉપરાંત હાલ જે રીતે ઈ-માધ્યમ કે સોશ્યલ મીડીયા વ્યાપક છે તેથી નવી ગાઈડલાઈનમાં ફેસબુક, ટવીટર, વોટસએપ સહીતના તમામ માધ્યમને ચૂંટણી પંચે આગામી સપ્તાહે બોલાવ્યા છે.


Advertisement