આર્થિક અનામતના આવક મર્યાદા સહીતના માપદંડ ફરશે

11 January 2019 11:27 AM
India
  • આર્થિક અનામતના આવક મર્યાદા સહીતના માપદંડ ફરશે

કેન્દ્ર સરકાર દ્વારા અનામતની નવી કેટેગરીના માર્ગદર્શક નિયમો બનાવાશે :કેન્દ્રીય મંત્રી ગેહલોટનો સંકેત: આવક મર્યાદા ઘટી-વધી શકે: આખરી નિયમો રાજય સરકારો બનાવશે

Advertisement

નવી દિલ્હી: મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણીના માસ્ટર સ્ટોક જેવા 10% આર્થિક અનામતને સંસદની મંજુરી મેળવી લીધી છે અને હવે આ ખરડાને રાષ્ટ્રપતિની સહીની ઔપચારીકતા પુરી થયા બાદ કેન્દ્ર સરકાર આ અનામત લાગું કરવા માટેના માપદંડ તથા નિયમો બનાવશે અને તે રાજયોને પણ તેના માપદંડ મુજબના નિયમો બનાવવા કહેશે પણ તેમાં રૂા.8 લાખની જે આવક મર્યાદાનો માપદંડ છે તે સંભવત
ફરી શકે છે.
આ આર્થિક અનામતનો ખરડો સંસદમાં રજુ કરનાર કેન્દ્રના સામાજીક ન્યાય બાબતોના મંત્રી શ્રી પાવરચંદ ગેહલોટે આ સંકેત આપતા કહ્યું કે રૂા.8 લાખની આવક મર્યાદા આખરી કે ફાઈનલ નથી. તેમાં થોડી વધઘટ થઈ શકે છે. ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રોમાં પાંચ એકર જમીનનો જે માપદંડ છે તેમાં પણ ફેરફાર શકય છે. શ્રી ગેહલોટે કહ્યું કે બન્ને માપદંડમાં થોડી વધઘટ થઈ શકે છે. હવે આ અનામત અંગેના નિયમો એકાદ સપ્તાહમાં બની જશે તેવા સંકેત છે. ઉપરાંત કેન્દ્રએ તમામ રાજયોને પણ તેના માપદંડ નિશ્ર્ચિત કરવાની
ભલામણ કરી છે. વાસ્તવમાં શિક્ષણ અને રોજગાર એ બન્ને રાજય સરકારના જ અધિકાર ક્ષેત્રમાં આવે છે અને તેથી કેન્દ્રના માપદંડ ફકત ભલામણ કે માર્ગદર્શક જ હશે. સરકારે રૂા.8 લાખની મર્યાદાએ ઓબીસીમાં ક્રીમીલેયર
માટે જે હાલના માપદંડ છે તેને આધાર બનાવ્યો છે અને તેના આધારે જ આર્થિક અનામતનો બંધારણીય સુધારો દાખલ કર્યો છે.


Advertisement