વર્માની બરતરફી ‘ફિકસ’ હતી! ડો. સ્વામીના વિધાનો પરથી સંકેત

11 January 2019 11:22 AM
India
  • વર્માની બરતરફી ‘ફિકસ’ હતી! ડો. સ્વામીના વિધાનો પરથી સંકેત

બરતરફીના કલાકો પુર્વે જ ભાજપના સીનીયર નેતા વર્માને મળવા ગયા હતા: બરતરફીને ‘બોગસ લીગલ મગજ’નો અભિપ્રાય ગણાવ્યા

Advertisement

નવી દિલ્હી: સીબીઆઈના ડીરેકટર પદેથી આલોક વર્માને દૂર કરવાના વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળની કમીટીએ લીધેલા નિર્ણય પુર્વે જ ભાજપના સીનીયર નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામીએ ખુલ્લો સંકેત આપી દીધો હતો કે કમીટી અમોને હોદા પરથી દૂર કરવા જઈ રહી છે. ગઈકાલે કમીટીની બેઠક પુર્વે જ ડો. સ્વામી સીબીઆઈ વડામથકે શ્રી વર્માને મળવા દોડી ગયા હતા અને બન્નેએ લગભગ 30 મીનીટ સુધી વાત કર્યા બાદ ડો. સ્વામીએ પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું કે ફકત સીવીસી રીપોર્ટના આધારે અમોને તેના હોદા પરથી દૂર કરી શકાય નહી અને વડાપ્રધાને એ બોગસ લીગલ, બ્રેઈન ને સાંભળવા જોઈએ નહી. ડો. સ્વામીએ કહ્યું કે વર્મા સામે જે આક્ષેપો છે તે તેના વિરોધી અધિકારીએ કર્યા છે અને તે ખોટો રીપોર્ટ છે જેની તપાસ થવી જોઈએ.
ઉપરાંત સરકારે અમોને સાંભળવા જોઈએ. જો અમોને તેના હોદા પરથી દૂર કરાશે તો સમસ્યા ઉકેલાશે નહી. વધુ વણસશે હું ઈચ્છુ છું કે વડાપ્રધાને ખુદે એવા પગલા લેવા જોઈએ કે સીબીઆઈ વિવાદ એક ભૂતકાળ બની જાય.


Advertisement