કુંવ૨જીભાઈ એકશનમાં : કોળી સમાજનું જબરૂ શક્તિ પ્રદર્શન ક૨શે

10 January 2019 05:21 PM
Gujarat
  • કુંવ૨જીભાઈ એકશનમાં : કોળી સમાજનું જબરૂ શક્તિ પ્રદર્શન ક૨શે

જસદણ જીત બાદ લોક્સભામાં પણ પાવ૨ફુલ પ્રદર્શનની ભાજપને ખાત૨ી આપવા તૈયા૨ી : નિવાસસ્થાને કોળી સમાજના અગ્રણીઓ સાથે બેઠકોનો દૌ૨

Advertisement

ગાંધીનગર : જસદણ પેટા ચુંટણી પછી સૌરાષ્ટ્રમાંથી કોળી સમાજના આગેવાનો કુંવરજી બાવળિયાની શુભેચ્છા મુલાકાત માટે તેમના નિવાસસ્થાને આવ્યા હતા. આજની મુલાકાતમાં કુંવરજી એ કોળી સમાજના અગ્રણીઓ સાથે સમાજને કયા માર્ગે આગળ લઈ જઈ શકાય તે અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત સમાજના વણ ઉકેલાયેલા કેટલાક મહત્વના પ્રશ્નો મુદ્દે ચર્ચા પણ થઈ હોવાનું જાણવા મલ્યું છે.
આ તબક્કે લોક સભા ની ચૂંટણીમાં ભાજપ પાર્ટીનો આદેશ જ શિરોમાન્ય રહેશે તેવો વિશ્વાસ કુંવરજી એ સમાજ સમક્ષ વ્યક્ત કર્યો હતો. અને લોકસભા ચુંટણી પહેલાં સમાજને એક કરવા માટે મહાસમંલેન કરવા માટે સમાજના અગ્રણીઓ સમક્ષ વિચાર વહેતો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
જસદણની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયા એ સમાજ દ્વારા ચૂકવેલા ઋણ અન્વયે પોતાનો અંગત વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પેટા ચૂંટણી દરમિયાન કોળી સમાજના લોકોએ મારા પરજે ભરોસો મૂક્યો છે જેનો હું ઋણી રહીશ.અને મને સમાજે સામાજીક અને રાજકીય જવાબદારી સોંપી છે. તેને હું તમામ રીતે નિભાવીશ તેમ જણાવ્યું હતું.અને આ તબક્કે તેમણે સમાજને અપીલ કરી હતીકે 2019 ની લોક સભા ચૂંટણી પહેલાં પક્ષ દ્વારા મને જે કામગિરી સોંપાશે તે ને સૌ સાથે મળીને નિભાવવા અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ભાજપમાં ભળી ગયેલા પેરાશૂટ ઉમેદવાર કુંવરજી બાવળિયાને તાત્કાલિક મંત્રી પદ મળ્યું હતું અને ત્યારબાદ પેટા ચૂંટણીમાં પણ ભાજપે તેનો ભવ્ય વિજય કરાવ્યો હતો ત્યારે ફરીથી ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ પહેલા કુવરજી ને દિલ્હીનું તેડું આવ્યું હતું જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સૂચક મુલાકાત લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને ત્યારબાદ આજે તેમના નિવાસસ્થાને કોળી સમાજ ની શુભેચ્છા બેઠક મળતા પાટનગર નું રાજકારણ ગરમાયું હતું જો કે આ બેઠક માત્ર કોળી સમાજના અગ્રણીઓની શુભેચ્છા બેઠક હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે પરંતુ રાજનૈતિક વિશ્લેષકોના મત અનુસાર આ બેઠક લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કોળી સમાજની મત બેન્ક માટે મળ્યું હોવાનું મનાઈ રહ્યું છ. કોળી સમાજના અગ્રણીઓ સાથે કુંવરજી બાવળિયા ની શુભેચ્છા બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં કોળી સમાજ ને પ્રભુત્વ મળે તેમાટે સૌરાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શન કરવાની ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ છે.
ઍટલુંજ નહીં આવનાર દિવસોમાં ભાજપ હાઈ કમાન્ડ સમક્ષ કોળી સમાજના પ્રભુત્વ અંગે પણ રજુઆત કરવા અંગે કુંવરજી બાવળિયા એ સમાજના અગ્રણીઓ સમક્ષ ચર્ચા વિમર્શ કર્યા હતા.અને ટૂંક સમય માં જ કોળી પ્રભુત્વ માટે થનારા શક્તિ પ્રદર્શન ઉપરાંત ભાજપ હાઇ કમાન્ડ સમક્ષ રજૂઆત અંગેની રણ નીતિ આજની બેઠકમાં ઘડી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Advertisement