વન-ડેની તૈયારી: ધોની નેટ પર ઉતર્યો

10 January 2019 03:33 PM
Sports
  • વન-ડેની તૈયારી: ધોની નેટ પર ઉતર્યો

Advertisement

સિડની: સિડની ક્રિકેટ મેદાનમાં મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, અંબાતી રાયુડુ અને કેદાર જાધવે પ્રેકટિસ શરૂ કરી દીધી હતી. ભારત સહિત તમામ ટીમોનું ધ્યાન હવે ઈંગ્લેન્ડમાં યોજાનાર 2019ના વર્લ્ડ કપ પર છે તેમ જ ભારત આ દરમ્યાન ઘણી વન-ડે દ્વિપક્ષીય સિરીઝ રમશે તેમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે અને ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામે ટી 20 સિરીઝ ઉપરાંત પાંચ વન ડે મેચનો પણ સમાવેશ થાય છે. ત્યાર બાદ 23 માર્ચથી શરૂ થનાર આઈપીએલ પહેલા ઓસ્ટ્રેલીયા પાંચ વન ડે અને બે ટી20 રમવા માટે ભારત આવશે. ભારતીય ટીમમાં ગઈકાલે નેટ પ્રેકટીસ કરતા જોવા મળેલા ખેલાડીઓમાં ઉપરાંત રોહિત શર્મા, યઝવેન્દ્ર ચહલ, દિનેશ કાર્તિક અને ખલીલ અહમદ પણ ટીમમાં જોડાયા છે.


Advertisement