પોરબંદરની ત્રણ બોટ સાથે 1પ માછીમારોના અપહરણ

10 January 2019 03:07 PM
Porbandar

બંદી બનાવી કરાંચી લઇ જવાયા...

Advertisement

રાજકોટ તા.10
આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમામાં પોરબંદરની ફિશિંગ બોટો ગ્રુપમાં માછીમારી કરતી હતી ત્યારે ત્રાટકેલી પાક.મરિને પોરબંદરની 3 બોટ અને 1પ માછીમારોને બંદીવાન બનાવી લીધા છે.
પોરબંદરના માછીમાર આગેવાન મનીશભાઇ લોઢારીએ આપેલ માહિતી પ્રમાણે પાક. મરિન સિક્યુરિટી એજન્સી આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ત્રાટકી હતી અને પોરબંદરની ગ્રુપમાં માછીમારી કરી રહેલી ફિશિંગ બોટોને શરણે આવવા જણાવ્યું હતું. પોરબંદરની 3 બોટ અને 1પ માછીમારોને પાક. મરીને બંદીવાન બનાવી લીધા હતા અને તેઓને કરાંચી બંદર તરફ લઇ જવામાં આવ્યા છે.
મહત્ત્વની બાબત એ છે કે, તાજેતરમાં જ પોરબંદરની એક બોટ અને પાંચ માછીમારોના અપહરણ થયાં હતાં અને વધુ 3 બોટ અને 1પ માછીમારોને ઉઠાવી જવાયા હોવાથી સ્વાભાવિક રીતે જ માછીમારોમાં ભારે રોષ છવાયો છે.


Advertisement