‘નમો અગેઈન’; ભાજપમાં હુડી ચેલેન્જ

10 January 2019 03:05 PM
India
  • ‘નમો અગેઈન’; ભાજપમાં હુડી ચેલેન્જ

ચૂંટણી પુર્વે ‘મોદી બ્રાન્ડ’ને નવુ જોમ આપવા તૈયારી : મોદી બ્રાન્ડની પ્રોડકટનો વ્યાપ વધારવા સાંસદ અનુરાગ ઠાકુરે યોગી આદીત્યનાથ તથા વિજય રૂપાણીને ‘હુડી ચેલેન્જ’ કરી

Advertisement

નવી દિલ્હી તા.10
લોકસભાની સામાન્ય ચૂંટણી પુર્વે ફરી મોદીવેવ ઉભો કરવા માટે ભાજપ દ્વારા નીતનવા વ્યુહ અપનાવવાનુ શરુ કરી દેવામાં આવ્યું જ છે. ઉતરાયણમાં મોદી પતંગનો ટ્રેન્ડ છે જયારે મોદી પ્રોડકટનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. 2019માં ‘નમો અગેઈન’ સૂત્ર સાથે ટીશર્ટ ટોપી જેવી ચીજોનું વેચાણ વધારવા માટે ભાજપના સાંસદોએ હુડી ચેલેંજ પણ શરુ કરી છે. યોગી આદીત્યનાથ તથા વિજય રૂપાણીને પણ ચેલેન્જમાં સાંકળવામાં આવ્યા છે.
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર ‘નમો અગેઈન’ના સૂત્ર સાથે ‘હુડી’ પહેરીને આવ્યા હતા અને તે પછી સોશ્યલ મીડીયામાં ચેલેન્જ શરૂ થઈ ગઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ મોબાઈલ એપ્લીકેશન પરથી લગભગ ત્રણ મહિનામાં ‘નમો અગેન’ ના સૂત્ર સાથેની પ્રોડકટસનું વેચાણ રૂા.5 કરોડ થઈ ગયું છે. મોદીને બીજી વખત વડાપ્રધાન બનાવવાના બ્રાન્ડીંગના ભાગરૂપે આવી પ્રોડકટસના 15.75 લાખ યુનિટસ વેચાઈ ગયા છે.
ભાજપના અંદાજ મુજબ લોકસભા ચૂંટણી નજીક આવશે તેમ ‘નમો અગેન’ સૂત્ર સાથેની પ્રોડકટસનું વેચાણ વેગ પકડશે. ખાસ કરીને ભાજપની પ્રાદેશિક ઓફીસો અને દેશભરના કાર્યકરો તરફથી આવી પ્રોડકટસની ભારે માંગ છે. ગયા મહીને સતાવાર નમો મર્ચેન્ડાઈઝ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ, પેટીએમ અને એમેઝોન પર પણ ઉપલબ્ધ બનાવાયા હતા. સૌથી વધુ વેચાણ ટી-શર્ટસનું થયું છે અને નમો મર્ચન્ડાઈઝના કુલ વેચાણમાં તેનો હિસ્સો લગભગ 50 ટકા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના સંસદ સભ્યોએ ‘હુડી ચેલેન્જ’ શરુ કરી છે. જેના ભાગરૂપે તેઓ એકબીજાને તેમજ યોગી આદીત્યનાથ અને વિજય રૂપાણી જેવા ભાજપના મુખ્યમંત્રીઓને ‘નમો અગેઈન’ મર્ચેન્ડાઈઝ ખરીદીને પહેરવાનું જણાવી રહ્યા છે.
ભાજપના હિમાચલપ્રદેશના સંસદ સભ્ય અનુરાગ ઠાકુર અને સામાજીક ન્યાય મંત્રી ટી.સી.ગેહલોતે નમો એપ પરથી રૂા.499માં ખરીદેલી નવી લોન્ચ કરાયેલી હુડી સાથેના ફોટો ટવીટર પર મુકયા છે.
ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં નમો ટી-શર્ટસ અને હુડીનું વેચાણ રૂા.2.64 કરોડે પહોંચ્યું છે. ટોપીઓનું વેચાણ રૂા.56 લાખ, કી-ચેઈનનું વેચાણ રૂા.43 લાખ, કોફી મગનું રૂા.37 લાખ, નોટબુકનું રૂા.32 લાખ અને પેનનું વેચાણ રૂા.38 લાખ થયું છે.
નમો મર્ચેન્ડાઈઝનું વેચાણ નમો એપ, પેટીએમ અને એમેઝોન જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને ભાજપની પ્રાદેશિક ઓફીસોના બલ્ક ઓર્ડર દ્વારા થઈરહ્યું છે. પક્ષના સૂત્રએ જણાવ્યું હતું કે, ‘500-100 ટી-શર્ટસના બલ્ક ઓર્ડર માટે ડિસ્કાઉન્ટેડ રેટ ઓફર કરવામાં આવી રહ્યો છે.


Advertisement