ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડને પછાડી ભારતને વન-ડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો પીછો કરવાની તક

10 January 2019 02:59 PM
Sports
  • ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડને પછાડી ભારતને
વન-ડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો પીછો કરવાની તક

ટોચ પર રહેલી અંગ્રેજ ટીમના 126 પોઈન્ટ અને બીજા ક્રમાંકની ભારતીય ટીમના છે 121 પોઈન્ટ: બેટ્સબેનોના રેન્કિંગમાં કોહલી અને બોલરોમાં બુમરાહ પ્રથમ નંબરે યથાવત્

Advertisement

મુંબઈ: બોર્ડર-ગાવસ્કર સિરીઝ ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત જીતીને ઈતિહાસ રચ્યા પછી હવે ભારત પાસે આગામી 8 વન ડે જીતીને આઈસીસી રેન્કીંગમાં નંબર વન ઈંગ્લેન્ડની લગોલગ પહોંચવાનો સુવર્ણ મોકો છે. ભારત 8 વન ડે જીતે તો ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ફકત એક પોઈન્ટનું અંતર રહે.
ભારત 12 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયામાં 3 વન ડે મેચની સિરીઝ અને 23મીથી ન્યુઝીલેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ વન ડેની સીરીઝ અને એક ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ઈંગ્લેન્ડના અત્યારે 126 પોઈન્ટ છે અને હાલમાં 121 પોઈન્ટ ધરાવતું ભારત આ આઠ વન ડે જીતે તો 125 પોઈન્ટ થાય. જો પાકિસ્તાન સાઉથ આફ્રિકાને 5-0થી હરાવે તો ભારત ઈંગ્લેન્ડને ઓવરટેક કરીને નંબર વન બની શકે. બેટસમેનોના રેન્કીંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ ક્રમશ: નંબર 1 અને નંબર 2 પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. શિખર ધવન વનમા સ્થાને છે. એવી જ રીતે બોલીંગમાં જસપ્રીત બુમરાહે પણ નંબર વનના સિંહાસન પર કબજો જાળવી રાખ્યો છે. નંબર બે પર રાશિદ ખાન બુમરાહથી ઘણો દૂર છે. ત્રીજા સ્થાને હમવતન કુલદીપ યાદવ છે. લેગ સ્પિનર યઝુવેન્દ્ર ચહલ આદિલ રાશિદ સાથે સંયુકત રીતે છઠ્ઠા સ્થાને છે.
ન્યુઝીલેન્ડના ઈશ સોઢી અને લોકી ફર્ગ્યુસને પોતાના સારા પર્ફોર્મન્સને કારણે રેન્કીંગમાં પ્રગતિ કરી છે. ન્યુઝીલેન્ડે ઘરઆંગણે શ્રીલંકાનો મંગળવારે વન ડે સિરીઝમાં 3-0થી વાઈટવોશ કર્યો હતો. જેમાં સોઢીએ 8 અને ફર્ગ્યુસને 7 વિકેટ લીધી હતી. બન્ને 1માં સ્થાને છે.
શ્રીલંકન કેપ્ટન લસિથ મલિંગાએ 7 વિકેટ લઈને ત્રણ ક્રમની બઢતી મેળવી હતી અને 46માં સ્થાને પહોંચ્યો હતો. રોસ ટેલર (ત્રીજા) અને માર્ટિન ગપ્ટિલે (14માં) સિરીઝમાં અનુક્રમે 281 અને 153 રન કરીને પોતાની પોઝીશન રિટેન્ડ કરી હતી, જયારે ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી શકયો નહોતો. હેન્ની નિકોલ્સ 21 પોઈન્ટની પ્રગતિ કરીને 59માં ક્રમે જયારે કોલિન મનરો 58થી 56માં ક્રમાંકે પહોંચ્યો હતો.
નિરોશન ડિકવેલા (એક ક્રમ આગળ વધીને 26માં), થિયારા પરેંરા (બાવીસ ક્રમ આગળ વધીને 65માં), કુસાલ પરેરા (સાત ક્રમ આગળ વધીને 66માં) દનુષ્કા ગુણાથિલકાએ (11 ક્રમ આગળ વધીને 82માં) પોતાના રેન્કીંગમાં સુધારો કર્યો હતો.
ટીમ રેન્કીંગમાં કીવીઓએ 3-0થી વાઈટવોશ કરીને પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું હતું. નીચેના ક્રમાંકની ટીમને હરાવવા બદલ તેમને ફકત 1 પોઈન્ટ મળ્યો હતો. જયારે શ્રીલંકા ઉપરના ક્રમાંકની ટીમ સાથો હારતા ફકત 1 પોઈન્ટનું નુકશાન થયુ હતું. એ 78 પોઈન્ટ સાથે આઠમા ક્રમાંક પર છે.

ટીમ વન-ડે રેન્કિંગ
ટીમ રેન્ક પોઈન્ટ
ઈંગ્લેન્ડ 1 126
ભારત 2 121
ન્યુઝીલેન્ડ 3 113
દ. આફ્રિકા 4 111
પાકિસ્તાન 5 102
ઓસ્ટ્રેલિયા 6 100
બંગલાદેશ 7 93
શ્રીલંકા 8 78
વેસ્ટઈન્ડીઝ 9 72
અફઘાનિસ્તાન 10 67


Advertisement