જીએસટી મુક્તિ મર્યાદા રૂા.40 લાખ? આજે ફેસલો

10 January 2019 02:57 PM
India
  • જીએસટી મુક્તિ મર્યાદા રૂા.40 લાખ? આજે ફેસલો

દેશની આડકતરી વેરા વ્યવસ્થામાં નાના વેપારીઓને રાહતની તૈયારી: જીએસટી કાઉન્સીલની બેઠકમાં અંદાજે 55 લાખ નાના વેપારી લઘુ ઉદ્યોગને હવે ટેક્ષ સીસ્ટમમાંથી બહાર લાવવા પર વિચારણા આવકમાં કોઈ મોટો ફર્ક નહી પડે

Advertisement

નવી દિલ્હી: આજે મળી રહેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં જો આ નવી રાષ્ટ્રવ્યાપી આડકતરી કર પ્રણાલીમાં ફરજીયાત નોંધણીમાં ટર્નઓવર મર્યાદા હાલની જે રૂા.20 લાખની છે. તે વધારીને રૂા.40 લાખની કરવામાં આવે તો આ ટેક્ષ વ્યવસ્થા મળી 60% જેટલા નાના વ્યાપારી- લઘુ ઉદ્યોગ એકમો તથા સર્વિસ સેકટરના પ્રોવાઈડર જીએસટી-ફ્રી થઈ જશે પણ તેનાથી સરકારની વેરા આવક પર બહું મામુલી અસર થશે. નોટબંધી બાદ જીએસટીની જે રીતે નાના વ્યાપારીઓને સહન કરવું પડયું છે. તેનાથી ભાજપની વોટબેન્ક જેવી આ કોમ્યુનીટી ભારે નારાજ છે અને ફરી ઈન્સ્પેકટર રાજ આવ્યુ હોવાનો અનુભવ કરે છે જે આગામી લોકસભા ચૂંટણીમાં શાસક મોરચાને ભારે પડે તેમ છે.
ગત માર્ચના અંતે 87 લાખ રજીસ્ટર ડીલરમાંથી 45 લાખ ડીલર અંદાજે રૂા.20 લાખનું ટર્નઓવર દર્શાવતા હતા અને વધુ 10 લાખ રૂા.40 લાખ સુધીનું ટર્નઓવર કરતા હોવાનું જણાવતા હતા અને હવે કુલ 1.20 કરોડ જીએસટી-રજીસ્ટર્ડ છે તેમાં પણ ઓછા ટર્નઓવર કરાવનારની સ્થિતિમાં બહું ફર્ક પડયો નથી અને તેથી જ જીએસટી કાઉન્સીલમાં ટર્નઓવર મર્યાદા વધારે તો કુલ વેરા કલેકશનમાં 3% નો ઘટાડો થઈ શકે છે. બીજી તરફ સરકાર પર ખાસ કરીને લઘુ ઉદ્યોગ માટે ટર્નઓવર મુક્તિ મર્યાદા રૂા.75 લાખ કરવાનું દબાણ છે.
જો કે રાજયો હવે જીએસટીમાં સતત ટેક્ષ ઘટાડા તથા આ પ્રકારની મુક્તિ મર્યાદાથી તેની વેરા આવક પર અસર પડી રહી હોવાનું જણાય છે.


Advertisement