ગોંડલમાં તા.14ના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં માંધાતા પ્રાગ્ટય મહોત્સવ ઉજવાશે

10 January 2019 02:53 PM
Gondal Gujarat
  • ગોંડલમાં તા.14ના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં
માંધાતા પ્રાગ્ટય મહોત્સવ ઉજવાશે

રેલી, સભા સહિતના કાર્યક્રમોનું થયેલું આયોજન

Advertisement

ગોંડલ તા.10
ગોંડલ ખાતે કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા પ્રાગટ્ય ઉત્સવ આગામી તારીખ 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ ના રોજ માંધાતા ઉત્સવ સમિતિ દ્વારા પ્રતિવર્ષ મુજબ ઉજવવામાં આવનાર હોય આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, માંધાતા ગ્રુપ ના સ્થાપક ભુપતભાઈ ડાભી, રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સહિતનાઓ હાજર રહેનાર છે. આ તકે અક્ષર મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામી, રામજી મંદિરના પૂજ્ય હરિચરણદાસજી મહારાજ તેમજ ભુવનેશ્વરી પીઠના ઘનશ્યામજી મહારાજ હાજર રહી આશીર્વચન પાઠવનાર છે, તારીખ 14 સોમવાર સવારે 7:00 શ્રી માંધાતા પાર્ટી પ્લોટ વિશાળ સંખ્યામાં રેલી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી વળશે તેમજ સવારે 11:00 કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધન કરનાર છે. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ હિરેનભાઈ ડાભી, મહેશજી કોળી, વિજયભાઈ ગોહિલ, વિપુલભાઈ જાદવ, ચંદુભાઇ ડાભી તેમજ કિશોરભાઈ મકવાણા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.


Advertisement