તમે જાહેર સ્થળે પાર્કીંગ ફી લો છો તો અમે કેમ નહીં: મોલ-માલિકની દલીલ

10 January 2019 12:06 PM
Ahmedabad Gujarat
  • તમે જાહેર સ્થળે પાર્કીંગ ફી લો છો તો અમે કેમ નહીં: મોલ-માલિકની દલીલ

બસસ્ટોપ, રેલવે સ્ટેશને, એરપોર્ટ ખાતે પણ ચાર્જ વસુલાય છે

Advertisement

અમદાવાદ તા.10
મોલ અને મલ્ટીપ્લેકસ દ્વારા લેવાતી પાર્કીંગ ફી મુદે મોલ મેનેજમેન્ટે ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે સરકાર જો જાહેર સ્થળે પાર્કીંગ ફી લેતી હોય તો એ તેમને પણ પાર્કીંગ ચાર્જીસ લેતા અટકાવી શકે નહીં.
પ્રથમ કલાક માટે ગ્રાહકોને ફ્રી પાર્કીંગ અને આખા દિવસનો પાર્કીંગ ચાર્જ રૂા.20 અથવા 30થી વધુ ન હોવો જોઈએ એવા સિંગલ
જજ બેંચના ચુકાદા સામે રુચી મોલ્સ પ્રાઈવેટ લીમીટેડએ અપીલ કરી હતી તેની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે.
રાજય સરકાર અને અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન મોલ અને મલ્ટીપ્લેકસ પાર્કીંગ ચાર્જ લઈ ન શકે તેવા આગ્રહનો પ્રતિકાર કરતા મોલના સંચાલકોએ એફીડેવીટમાં જણાવ્યું છે કે એએમસી અને સરકારી એજન્સીઓ ખુદ રેલ્વે સ્ટેશને, બસસ્ટોપ અથવા એરપોર્ટ સહીતના જાહેર સ્થળોએ પાર્કીંગ ફી લે છે તો પછી ખાનગી કંપનીઓને ફી લેતાં કેમ અટકાવવામાં આવે છે.
સોગંદનામામાં સવાલ કરવામાં આવ્યો છે કે કાયદાની જોગવાઈ અથવા જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (જીડીસીઆર) હેઠળ પાર્કીંગ ચાર્જ લેવા પર પ્રતિબંધ છે.
સંચાલકે વળી એવી પણ દલીલ કરાઈ હતી કે કાયદાની કોઈપણ જોગવાઈ ખાનગી મોલ અને મલ્ટીપ્લેકસને ફ્રી પાર્કીંગ આપવા ફરજ પાડતી નથી.
મોલ એક પ્રાઈવેટ પ્રોપર્ટી છે અને એને મુલાકાતીઓ દ્વારા ઉપયોગ પર નિયંત્રણ મુકવાનો હક છે. પરવાનગી અથવા ફી ચુકવવા વગર બીજાની જમીનનો ઉપયોગ કરવા મૂળભૂત અધિકાર નથી.


Advertisement